News of Tuesday, 4th November 2025
ભિક્ષુકને આપો તો તેય ન પહેરે એવા જેકેટનો ભાવ છે ૮૪,૦૦૦ રૂપિયા
ફેશનના નામે કંઈ પણ વેચાઈ શકે અને જો એ આવિષ્કાર કોઈ મોટી બ્રૅન્ડનો હોય તો એ બ્રેન્ડના નામના પૈસા પણ એમાં જોડાઈ જાય

બૅલેન્સિયાગા, તા.૪: ફૅશનના નામે કંઈ પણ વેચાઈ શકે અને જો એ આવિષ્કાર કોઈ મોટી બ્રૅન્ડનો હોય તો એ બ્રૅન્ડના નામના પૈસા પણ એમાં જોડાઈ જાય. અમેરિકાના બૅલેન્સિયાગા નામના બુટિકે ‘ડિસ્ટ્રૉય્ડ' નામનું એક જૅકેટ બહાર પાડ્યું હતું. નામ મુજબ આ જૅકેટ પૂરેપૂરું ડિસ્ટ્રૉય થઈ ચૂકયું છે. આગળથી અને પાછળથી એના લીરેલીરા ઊડી ચૂકયા છે.
આજકાલ ફાટેલાં જીન્સ જેમ બહુ ચાલે છે એવું જ કંઈક જૅકેટમાં આ બુટિક દ્વારા કરવામાં આવ્યું હતું. બૅલેન્સિયાગાએ આ જૅકેટનાં ખૂબ લિમિટેડ પીસ બનાવ્યાં હતાં અને એની કિંમત ૯૫૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૮૪,૦૦૦ રૂપિયા છે. નવાઈની વાત એ છે કે જૅકેટ લૉન્ચ થયાના ૨૪ જ કલાકમાં એ સોલ્ડઆઉટ થઈ ગયાં.
આ જૅકેટને લોકો આજની પેઢીની બળવાખોર લક્ઝરી સાથે સરખાવે છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
