News of Friday, 31st October 2025
બાળપણમાં જેના ખોળામાં રમી તે અંકલની સાથે જ મોટી થઈને લગ્ન કરી લીધાં
કહેવાય છે કે સાચો પ્રેમ કોઈ સંબંધ કે ઉંમર જોતો નથી ૫૩ વર્ષના મિઝુકી નામના ભાઈએ તેમના બાળપણના દોસ્તની ૨૩ વર્ષની દીકરી મેગુમી સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં

કાગાવા (જાપાન),તા.૩૧: કહેવાય છે કે સાચો પ્રેમ કોઈ સંબંધ કે ઉંમર જોતો નથી. જપાનના કાગાવા પ્રાંતની એક લવસ્ટોરીમાં આ વાત સાચી પડી છે. ૫૩ વર્ષના મિઝુકી નામના ભાઈએ તેમના બાળપણના દોસ્તની ૨૩ વર્ષની દીકરી મેગુમી સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં.
મેગુમીની મમ્મી અને મિઝુકી બહુ સારા દોસ્ત હોવાથી મિઝુકીએ બાળપણથી જ મેગુમીને જોઈ, રમાડી હતી. મેગુમી બે-પાંચ વર્ષની હતી ત્યારે તેને મિઝુકીએ ગોદમાં બેસાડીને રમાડી હતી ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ બાળકી તેની સાથે જ લગ્ન કરશે. બાળપણના દિવસો પછી તેમની મુલાકાતો ઘટી ગયેલી. જોકે ૨૦૨૨માં મેગુમીએ તેની મમ્મીને મદદ કરવાનું શરૂ કર્યું અને ત્યાં મિઝુકી નિયમિત આવતા હતા. એક વાર તેમણે ત્રણેએ સાથે મૂવી જોવા જવાનો પ્લાન બનાવ્યો. જોકે તેની મમ્મી સૂઈ ગઈ એટલે બન્ને એકલાં જ મૂવી જોવા ગયાં. બસ, એ તેમની અનઑફિશ્યલ પહેલી ડેટ હતી. એ પછી તો બન્નેને એકમેકનો સાથ ગમવા લાગ્યો અને બન્નેએ ઑફિશ્યલી ડેટ કરવાનું શરૂ કર્યું. જોકે મેગુમીની મમ્મીને આ સંબંધ મંજૂર નહોતો, પરંતુ દીકરીના પ્રેમની સામે ઝૂકવું પડ્યું અને આખરે પોતાના જ દોસ્તની સાથે દીકરીનાં લગ્ન કરાવી આપ્યાં.(૪૦.૨૧)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
