<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જાણો શુકામ શિકાગોમાં લોકો તળાવ કાંઠે બૂમો પાડવા માટે એકઠા થાય છે

તણાવ દૂર કરવા માટે મિશિગન ઝીલ પાસે એકઠા થઈને લોકો ઊંચા અવાજે બૂમો પાડે છે:આ પહેલ ઉનાળામાં સ્કીમ નામની ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી હતી જે લોકપ્રિય થઇ રહી છે:સોશિયલ મીડિયામાં બૂમો પાડવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવે છે

નવી દિલ્હી: શિકાગોમાં તણાવ દૂર કરવા માટે મિશિગન ઝીલ પાસે એકઠા થઇને ઉંચા અવાજે બુમો પાડે છે. આ પહેલ ઉનાળામાં સ્કીમ નામની કલબ દ્વારા શરુ કરવામાં આવી હતી જે લોકપ્રિય થઇ રહી છે. વધુને વધુ લોકો તણાવ દૂર કરવા માટેનો રસ્તો શોધી રહયા છે ત્યારે આ એક નવો જ તરીકો છે. આ સમૂહ દર રવિવારે બૂમો પાડવા સાંજે ૭ વાગે નોર્થ એવન્યુ બીચ ઘાટ પર મળે છે. આ ગુ્પની શરુઆત મેની હર્નાડે કરી હતી જે એક બ્રીથવર્ક કોચ છે જે તણાવમાંથી દૂર કરવાના વિકલ્પો બતાવે છે.

સોશિયલ મીડિયામાં બૂમો પાડવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવે છે. આ અનોખી બ્રીથવર્કમાં ૧૦૦થી વધુ લોકો એકઠા થાય છે. આ પ્રવૃતિની સ્વૈચ્છિક શરુઆત પાંચ લોકોથી થઇ હતી. માણસ પોતાની અંદરના તણાવને દૂર કરવા માટે બૂમો પાડે તો પાગલ સમજવા લાગે છે. રહેણાંક વિસ્તારમાં ઘરે બેઠા આ પ્રવૃતિ કરે તો પાડોશી ડરી જાય છે આથી તળાવના એકાંતવાળા સ્થળની પસંદગી કરી છે. શ્વાસ લેવાની સાચી અને સારી ટેકનિક શિખવવામાં આવે છે જેથી શરીર અને મન હળવાશનો અનુભવ કરે છે. શરુઆત પાંચ વાર નાકમાંથી શ્વાસ લેવામાં આવે છે. ચાર સેકન્ડ માટે અંદર લઇને ચાર સેકન્ડ માટે બહાર જવા દેવામાં આવે છે. ત્યાર બાદ એક નાના બાાયોડિગ્રેબલ કાગળ આપવામાં આવે છે જેના પર અઠવાડિયા દરમિયાન થયેલા ખરાબ અનુભવો લખીને તેને ભૂલી જવાના ઇરાદા સાથે પાણીમાં ફેંકે છે. લખાણના કાગળને પાણીમાં ફેંકવામાં આવે ત્યારે જોરશોરથી બૂમો પડવા લાગે છે, કેટલાકની આંખોમાં આંસુ પણ આવી જાય છે.

એક સાથે બધા બૂમો પાડતા હોવાથી પ્રચંડ ધ્વની નિકળે છે તેમ છતાં અસહજ અનુભવ થતો નથી. કેટલાકને બૂમો પડે છે એમાં પણ સંગીત સાંભળતા હોય તેવી અનૂભૂતિ થાય છે.જીવનશૈલીમાંથી પેદા થતા તણાવને દબાવવા કરતા સકારાત્મક ઉર્જા સ્વરુપે બહાર લાવવો એ એક સારો વિકલ્પ છે. આનાથી લાગણીઓ પર નિયંત્રણ આવે છે. લોકો પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનું અનુભવે છે. .

(6:06 PM IST)