<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વાહ આ તો ગજબ થઇ ગયું:રસ્તા પર ચાલતા ચાલતા જ ચાર્જ કરી શકાશે કાર

પેરિસમાં 40કિમિ લાંબો અનોખો મોટર વે તૈયાર કરવામાં આવશે:હાઈ સ્પીડ હાઇવે પર ચાલતા-ચાલતા જ ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઇ શકશે:રસ્તાઓ પોતે જ ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરશે

નવી દિલ્હી: વિશ્વભરમાં એક બાદ એક નવી ટેકનોલોજી અને ઈનોવેશન આવી રહ્યા છે. આ શ્રેણીમાં એક કલ્પના હકીકતમાં બનવા જઈ રહ્યી છે. હાઇ-સ્પીડ હાઇવે પર ચાલતાં- ચાલતાં જ ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ શકશે. હા, આ વાત તમને ગળે નહી ઉતરે પરંતુ અમે સત્ય કહી રહ્યા છીએ... હકીકતમાં, ફ્રાન્સે વિશ્વમાં પહેલી એવી મોટરવે બનાવી છે, જે વાહનોને ચાલતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરે છે. આ રીતે, રસ્તાઓ પોતે જ ઉર્જાના સ્ત્રોત તરીકે કામ  કરશે. ફ્રાન્સ દ્વારા વિશ્વની પહેલી એવી કાર બનાવવાની શરુઆત કરવામાં આવી છે. જેમાં ડાયનામિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક વાહનો ચાલતી વખતે આપોઆપ ચાર્જ થઈ શકશે. કાર અને ટ્રકોને હવે ચાર્જિંગ સ્ટેશનો પર રોકાવાની જરૂર નહી પડે.

આ પ્રયોગ પેરિસથી લગભગ 40 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત A10 મોટરવે પર શરૂ કરવામાં આવ્યો છે. કેટલીક સંસ્થાઓએ સંયુક્ત રીતે Charge As You Drive નામનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ફ્રાન્સમાં A10 મોટરવે 1.5 કિલોમીટર લાંબો છે અને તેમાં રસ્તાની અંદર કોઇલ મુકવામાં આવેલ છે. આ કોઇલમાંથી પસાર થતા ઇલેક્ટ્રિક વાહનો ગતિમાં વીજળી મેળવશે. ટેસ્ટિંગ દરમિયાન આ ટેકનોલોજી સફળ સાબિત થઈ છે. તેમાં 300 કિલોવોટથી વધુની ટોચની શક્તિ અને 200 કિલોવોટની સરેરાશ ઊર્જા ટ્રાન્સફર ક્ષમતા દર્શાવી છે.

રસ્તાની સપાટી નીચે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ પરથી જ્યારે ઇલેક્ટ્રિક વાહન પસાર થાય છે, ત્યારે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા વીજળી વાહનમાં લગાવવામાં આવેલા રીસીવર પર પહોંચે છે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે વાહનને ચાર્જિંગ સ્ટેશનો પર રોકાવાની જરૂર રહેશે નહીં. ટ્રાન્સમિટ કોઇલ અને રસ્તાની નીચે સ્થાપિત રીસીવર કોઇલ વચ્ચે વીજળીનું આદાન પ્રદાન થાય છે, અને તે રિયલ ટાઈમમાં સેંસર અને સોફ્ટવેર દ્વારા કન્ટ્રોલ થાય છે.

 

 

(6:28 PM IST)