<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ઓએમજી..... રશિયાએ અમેરિકા સાથેનો પ્લુટોનિયમ કરાર કર્યો રદ

આ ડિલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શાસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો:સપ્ટેમ્બર 2000માં થઇ હતી આ સમજૂતી:આ કરારથી લગભગ 17હજાર પરમાણુ હથિયાર બનાવવા માટેની સામગ્રીનો નિકાલ થઇ શક્યો હોત

નવી દિલ્હી: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે થયેલો પ્લુટોનિયમ નિકાલ કરાર (Plutonium Disposal Agreement) રદ કરી દીધો છે. 27 ઑક્ટોબર, 2025ના રોજ એટલે કે સોમવારે, તેમણે આ કરારને ઔપચારિક રીતે સમાપ્ત કરનારા કાયદા પર સહી કરી દીધી. આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો. પુતિનનું આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે લીધું છે. પ્લુટોનિયમ કરાર હેઠળ, અમેરિકા અને રશિયા બંને દેશો લશ્કરી ઉપયોગ માટે બિનજરૂરી એવા 34 ટન હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમને નષ્ટ કરવા માટે બંધાયેલા હતા. આ સમજૂતી સપ્ટેમ્બર 2000માં થઈ હતી અને 2010માં તેમાં સુધારો કરાયો હતો. તેનો હેતુ કોલ્ડ વોરના સમયના પરમાણુ શસ્ત્રોના જથ્થાને ઘટાડવાનો હતો. અમેરિકન અધિકારીઓ અનુસાર, આ કરારથી લગભગ 17,000 પરમાણુ હથિયારો બનાવવા માટેની સામગ્રીનો નિકાલ થઈ શક્યો હોત.

રશિયાએ અગાઉ જ ઑક્ટોબર 2016માં આ કરારને સ્થગિત કરી દીધો હતો. ત્યારે રશિયાએ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને નાટો (NATO)ની પૂર્વીય સીમા પર વધતી ગતિવિધિઓને 'શત્રુતાપૂર્ણ કાર્યવાહી' ગણાવી હતી.

આ નિર્ણયની સાથે જ રશિયાએ એક નવી પરમાણુ શક્તિ સંચાલિત ક્રૂઝ મિસાઈલ 'બુરેવેસ્ટનિક' (Burevestnik)નું સફળ પરીક્ષણ પણ કર્યું. રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો કે આ મિસાઈલ દુનિયામાં સૌથી અનોખી છે અને તેની ઉડાન ક્ષમતા (ફ્લાઇટ રેન્જ) લગભગ અનંત છે. આ મિસાઈલ 15 કલાક સુધી હવામાં રહીને લગભગ 14,000 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

 

(6:29 PM IST)