તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
પાકિસ્તાનમાં સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી ઉઠી
સતત ત્રીજા દિવસથી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:ત્રીજો આંચકો 4.7ની તીવ્રતાનો મહેસુસ કરાયો:ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં માત્ર 10કિલોમીટરની ઊંડાઇએ હતું

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સોમવારે સતત ત્રીજા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના રિપોર્ટ મુજબ, સોમવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમીનમાં માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ છે. આ ભૂકંપના કારણે વિસ્તારમાં વધુ આંચકા આવવાની આશંકા વધી ગઈ છે. સોમવાર પહેલા શનિવાર અને રવિવારે પણ પાકિસ્તાનમાં આશરે 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. જોકે, છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપના કારણે કોઈ મોટી જાનમાલની નુકસાનીના સમાચાર નથી, પરંતુ સતત આવતા આ આંચકાઓએ લોકોમાં ભય ઉભો થયો છે.
નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં આવી રહેલા ભૂકંપ ઊંડા ભૂકંપની તુલનામાં વધુ જોખમી સાબિત થઈ શકે છે. જમીનની અંદર આવેલો ભૂકંપ અને જમીનની સપાટી વચ્ચે ઓછું અંતર છે, જેના કારણે આગામી સમયમાં વધુ સંકટ આવી શકે છે. આ કારણે ઈમારતોને વધુ નુકસાન થવાની શક્યતા રહે છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
