તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
સતત ચીન પર દબાણ કરીને અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરાવવા માટે કરી રહ્યું છે મહેનત
તાજેતરમાં જ અમેરિકાએ આ મામલે ચીનને આપી હતી ધમકી:ચીને પણ આપ્યો તેનો વળતો જવાબ:જો અમેરિકા ચીનના હિતને નુકશાન પહોંચાડશે તો મળશે વળતો જવાબ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર ભારત બાદ હવે ચીન પાછળ પડી ગયું છે. અમેરિકા સતત ચીન પર દબાણ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવા મથી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ આ મામલે ચીનને ધમકી આપી હતી, ત્યારે હવે ચીને પણ તેને વળતો જવાબ આપ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને કહ્યું કે, ‘અમે જે રીતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યા છે, તે કાયદેસર છે. જો અમેરિકા અમારા હિતોને નુકસાન પહોંચાડશે તો અમે પણ જવાબ આપીશું. અમેરિકાની નીતિ એકતરફી, ધમકીવાળી અને આર્થિક દબાણ કરનારી છે. આવી નીતિથી આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો નબડા પડે છે. આ ઉપરાંત વૈશ્વિક ઉદ્યોગો અને સપ્લાઈ ચેનને પણ નુકસાન કરે છે.’
જિયાને સ્પષ્ટ કહ્યું કે, ‘અમારો દેશ રશિયા સહિત વિશ્વભરના અનેક દેશો સાથે સામાન્ય વેપાર કરી રહ્યો છે તેમજ અમારા અનેક દેશો સાથે ઊર્જા ભાગીદારી પણ છે, જે સંપૂર્ણ કાયદેસર છે.’
તેમણે અમેરિકાના દાવાનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ખાતરી આપી છે કે નહીં, તે અલગ મુદ્દો છે, પરંતુ ચીન પોતાના સ્વાભાવિક વ્યાપારિક અધિકારોથી પાછળ નહીં હટે.’
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બુધવારે ચીનને ચેતવણી આપી હતી. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કૉટ બેસેન્ટે ચેતવણી આપી હતી કે, રશિયા સાથે વેપાર કરનાર ચીનથી થતી આયાત પર 500 ટકા સુધીના જંગી ટેરિફ લગાવવા માટે અમેરિકી સેનેટર્સ ટ્રમ્પને અસાધારણ સત્તા આપવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, રશિયા સાથે વેપારના કારણે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને ફાયદો થઈ રહ્યો છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
