<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

૧૩ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ છોકરી, જે પોલીસકર્મીએ શોધી, ૧૫ વર્ષ પછી તેની સાથે જ કરી સગાઈ!

ટેનેસી ,તા.૦૮: કહે છે કે ને જોડીઓ ભગવાન બનાવીને ધરતી પર મોકલે છે, આ વાત સંપૂર્ણ રીતે સાચી છે. એટલે જ ઘણીવાર આપણને એવા લોકો મળી જાય છે. જેની સાથે આપણે કોઈ સંબંધ નથી હોતો હાલમાં જ આવો એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યારે એક મહિલા ૧૩ વર્ષની છોકરી હતી, ત્‍યારથી તે પિતાના અત્‍યાચારના કારણે ઘરેથી ભાગી ગઈ હતી. તેને એક પોલીસકર્મીએ શોધી કાઢી હતી. નવાઈની વાત તો એ છે કે, ૧૫ વર્ષ પછી એ છોકરીએ એ જ પોલીસકર્મી સાથે સગાઈ કરી લીધી. તેના બાળકની મા બની હવે લગ્ન પણ કરવાની જઈ રહી છે.

આ સ્‍ટોરી કોઈ ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટ જેવી લાગે છે. એક છોકરી જે તેના પિતાના ડરથી ઘરથી ભાગી જાય છે, અને વર્ષો પછી તે જ પોલીસ અધિકારી સાથે પ્રેમમાં પડે છે જે તેને શોધવા નીકળ્‍યો હતો. પરંતુ આ કોઈ કલ્‍પના નથી, પરંતુ ટેનેસી (અમેરિકા)ની સત્‍ય ઘટના છે, રોશિન અલી અને ટાયલર શ્રુપની. વર્ષ ૨૦૧૦માં ૧૩ વર્ષીય રોશિન અલી તેના ઘર જેક્‍સન, ટેનેસીથી ભાગી ગઈ હતી. તેનો ડર યોગ્‍ય હતો- તે કહે છે કે તેના પિતા ઘણીવાર ગુસ્‍સામાં હિંસક થઈ જતા હતા અને તે દિવસે તો તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિતા જુગારના આદી હતા, જેમણે તેમની બધી રકમ હારી ગયા પછી ઘરે આવીને બાળકો પર ગુસ્‍સો ઉતારવાનું શરૂ કર્યું.

રોશિન કહે છે, અમે બધા ડરના માર્યા રૂમમાં પૂરાઈ ગયા. મારી બહેને દરવાજાને બંધ કરી દીધો, પરંતુ પપ્‍પાએ મમ્‍મીને છરી લાવવાનું કહ્યું અને દરવાજા પાર તેને ઘોંપવાની કોશિશ કરી. જ્‍યારે દરવાજો ખૂલી ગયો, તો તેમના પિતાએ બહેનને વાળથી પકડીને ખેંચી અને કેબલ વાયરથી મારવાનું શરૂ કર્યું. અમે તેની ચીસો સાંભળી રહ્યા હતા, તેણે હાથ-પગ બાંધી દીધા, મોઢા પર ટેપ ચોંટાડી દીધી- જેથી કોઈ અવાજ ન સાંભળી શકે, રોશિન યાદ કરે છે. મમ્‍મીએ બાળકોને કહ્યું- હવે તમારો વારો છે. તે સમયે રોશિન અને તેનો ભાઈ બારીમાંથી કૂદીને ભાગી ગયા અને નજીકના પાર્કમાં છુપાઈ ગયા. પિતાએ પોલીસને રિપોર્ટ આપ્‍યો કે બાળકો ‘લાપતા' છે. પોલીસ સ્‍થળ પર પહોંચી, તો બહેનએ પિતાના અત્‍યાચારની માહિતી આપી. બંને માતા-પિતાને ધરપકડ કરવામાં આવી, પરંતુ તેઓ માત્ર કેટલાક દિવસોમાં જેલમાંથી બહાર આવી ગયા.(૪૦.૪)

(1:39 PM IST)