તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 7th October 2025
પાકિસ્તાનમાં ફરીથી બલુચ આર્મીએ કર્યો મોટો હુમલો
જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી આતંકવાદી હુમલાનો ભોગ બનવાની આવી નોબત:બોમ્બ બ્લાસ્ટમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત:ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર આતંકવાદી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. મંગળવારે (સાતમી ઓક્ટોબર) થયેલા એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે (BRG) આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જે દર્શાવે છે કે બલૂચ આર્મીએ પાટા પર રિમોટ-કંટ્રોલ્ડ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બોમ્બ લગાવ્યો હતો. રાવલપિંડીથી ક્વેટા જઈ રહેલી જાફર એક્સપ્રેસ સુલતાન કોટ નજીક IED વિસ્ફોટનો ભોગ બની હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ હુમલામાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલાની જવાબદારી લેતા બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે દાવો કર્યો કે, "જ્યારે પાકિસ્તાની સૈનિકો ટ્રેનમાં હતા ત્યારે ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં ઘણાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા." બલૂચ લિબરેશન આર્મીએ ભવિષ્યમાં પણ સ્વતંત્રતા માટે આવા વધુ ઓપરેશન હાથ ધરવાની ધમકી આપી છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
