તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ટ્રમ્પની તસ્વીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર કરી રહ્યું છે વિચાર
સિક્કાની ડિઝાઇન હજુ સુધી નક્કી કરવામાં આવી નથી:સિક્કાની બીજી બાજુ ટ્રમ્પનો પ્રોફાઈલ ફોટો છે:જેના પર 'liberty' અને નીચે '1776-2026' લખેલું છે

નવી દિલ્હી: અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડૉલરનો સિક્કો બનાવવા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે શુક્રવારે (3 ઓકટોબર) આ વિશે જાણકારી આપી હતી. સંભવિત ડિઝાઇનની તસવીરોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મુઠ્ઠી ઉપરની તરફ ઉઠાવતા દર્શાવાયા છે, જેની સાથે લખ્યું છે 'fight, fight, fight'.આ એ જ નારો છે જે તેમણે ગત વર્ષે પોતાની હત્યાના પ્રયાસની તુરંત બાદ આપ્યો હતો.
સિક્કાની બીજી બાજું ટ્રમ્પનો પ્રોફાઇલ ફોટો છે, જેના ઉપર 'liberty' અને નીચે '1776-2026' લખેલું છે. આ તસવીર નાણાં સચિવ બ્રૈંડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે. નાણાં મંત્રાલયના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'જોકે, અમેરિકાની 250મી વર્ષગાંઠ માટે અંતિમ 1 ડૉલર સિક્કાની ડિઝાઇન હજું નક્કી નથી થઈ પરંતુ, આ પહેલો ડ્રાફ્ટ આપણાં દેશ અને લોકતંત્રની એ સ્થાયી ભાવનાને સારી રીતે દર્શાવે છે, જે મોટામાં મોટા સંકટનો પણ સામનો કરવા માટે કાયમ રહે છે.'
બ્રૈંડન બીચે કહ્યું કે, સરકારનું શટડાઉન ખતમ થયા બાદ આ વિશે જાણકારી શેર કરવામાં આવશે. હાલ નવા ખર્ચ બિલ પર સાંસદો વચ્ચે સંમતિ ન બનવાના કારણે અનેક સંઘીય કાર્ય બંધ પડ્યા છે. વર્ષ 2020માં કોંગ્રેસે એક કાયદો પસાર કર્યો હતો, જે હેઠળ નાણાં મંત્રીને 2026માં 'અમેરિકન સેમિક્વિન્સેંટેનિયલ' (U.S. Semiquincentennial) સાથે જોડાયેલા પ્રતીકોવાળા 1 ડૉલરના સિક્કા બનાવવાની મંજૂરી આપી છે.
આ પહેલાં 1976માં જ્યારે અમેરિકાએ સ્વતંત્રતાના 200 વર્ષ પૂરા કર્યા હતા, ત્યારે નાણાં મંત્રાલયે એક રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તે સમયે 1 ડૉલરના સિક્કા માટે એક મૂર્તિકલા વિદ્યાર્થીની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી, જેમાં અમેરિકાની સ્વતંત્રતાના પ્રતીક 'લિબર્ટી બેલ' અને ચાંદ દર્શાવવામાં આવ્યો હતો. સિક્કાની બીજી બાજું પૂર્વ પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહાવરની તસવીર હતી. તે 1969માં નિધન બાદ પહેલાં એવા પ્રમુખ બન્યા હતા જેની તસવીર 1971માં 1 ડૉલરના સિક્કા પર છપાયેલી હતી.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
