News of Tuesday, 30th September 2025
ચીનમાં દવામાં વપરાતા હોવાથી ૧૭૫૦ રૂપિયે કિલો નખ વેચાય છે
જે નખની કતરણને આપણે નકામી સમજીને કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ એ ચીનની પરંપરાગત દવાઓમાં વપરાય

બીજીંગ, તા.૩૦: ચીનમાં કેટલાક લોકો દર અઠવાડિયે પોતાના જ હાથ કે પગના નખ કાપીને એને સાચવી રાખે છે અને જ્યારે એ ૧૦૦ ગ્રામ જેટલા ભેગા થાય એટલે વેચી નાખે છે. જે નખની કતરણને આપણે નકામી સમજીને કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ એ ચીનની પરંપરાગત દવાઓમાં વપરાય છે. એ નખ પર પ્રોસેસિંગ કરીને એને બાળકોમાં પેટ ફૂલવાની સમસ્યામાં તેમ જ ગળામાં કાકડા સૂજી જવાની તકલીફ માટેની દવા બનાવવામાં આવે છે. નખની સફાઈ કરીને એમાંથી ચોક્કસ પ્રકારે બનાવેલો પાઉડર ચાઇનીઝ દવાઓ સાથે મેળવવામાં આવે છે. મોટા ભાગે આ માટેનાં નખ ગામડાંઓમાંથી નાનાં બાળકોના જ લેવામાં આવે છે. જે મહિલાઓ રોજ નેઇલ-પૉલિશ લગાવતી હોય તેમના નખની ક્વૉલિટી સારી નથી રહેતી.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
