<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ઓએમજી......પોતાના જ અંતિમ સંસ્કારમાં પહોંચ્યો યુવક

અંતિમ યાત્રામા આવેલ લોકો ડરી ગયા:અમેરિકાના આર્જેન્ટિનાની ચોંકાવનારી ઘટના સામે આવી:અંતિમ સંસ્કાર સમયે યુવક સામે આવી જતા ચોકી ગયા લોકો

નવી દિલ્હી: અમેરિકાના આર્જેન્ટિનામાં એક ચૌંકાવનારી ઘટના બની છે. જ્યા એક શખસ પોતાના અંતિમ સંસ્કારમાં ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે પરિવારને કહ્યું કે, 'હુ જીવિત છું.' જોકે, લોકો શરૂઆતમાં તેને જોઈને ચોંકી ગયા હતા, પરંતુ પછી ખુશીથી તેને ભેટી પડ્યા. પછી લોકોએ શબપેટી તરફ જોયું, વિચાર્યું કે પરિવાર કોને દફનાવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, 22 વર્ષીય વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવાર અને પડોશીઓ મૃતદેહને દફન માટે ભેગા થયા હતા. અચાનક તે વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને જાહેર કર્યું, "હું જીવિત છું." આનાથી ભીડ ચોંકી ગઈ. પછી પ્રશ્ન ઊભો થયો: જો તે ત્યાં હતો, તો શબપેટીની અંદર કોને મૂકવામાં આવ્યો હતો?

આ ઘટનાથી ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે તેમાં સંડોવણી દર્શાવવી પડી. જો તે માણસ ખરેખર જીવતો અને સ્વસ્થ હતો, તો શબપેટીમાં કોણ હતું? આ મૂંઝવણ ગુરુવારે (18મી સપ્ટેમ્બર) ત્યારે શરૂ થઈ જ્યારે એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું.

પરિવારને આપઘાતની શંકા હતી. કોર્ટમાં સરકારી વકીલોએ આ કેસને બેદરકારીપૂર્વક હત્યાનો કેસ ગણાવ્યો અને પોસ્ટમોર્ટમ માટે આદેશ આપ્યો. બીજા દિવસે એક મહિલા પોલીસ સ્ટેશનમાં આવી અને મૃતકની માતા હોવાનો દાવો કર્યો હતો.

મહિલાએ શરીર તેના કપડાં અને કેટલાક શારીરિક લક્ષણો દ્વારા ઓળખી કાઢ્યું હોવાનું કહેવાય છે. ત્યારબાદ અધિકારીઓ સંતુષ્ટ થયા અને મૃતદેહ પરિવારને સોંપી દીધો. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે મહિલાનો પુત્ર ત્યાં પહોંચ્યો અને આશ્ચર્યચકિત ભીડને કહ્યું કે મારૂ મૃત્યુ થયું નથી. આ યુવરે કબૂલ્યું હતું કે,તે આર્જેન્ટિનાના કોર્ડોબાના ઉત્તરે આવેલા એલ્ડેરેટેસમાં દારૂ પીવા ગયો હતો. તેને ખબર નહોતી કે ઘરે શું થઈ રહ્યું છે.

(6:48 PM IST)