તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
આ શખ્સે પોતાના મૃત્યુની તારીખ જાતે જ નક્કી કરી
અલ્જાઈમર રોગથી પીડાઈ છે આ 71 વર્ષીય શખ્સ:ઈચ્છા મૃત્યુનો વિકલ્પ પસંદ કરી બાકીના દિવસો ખુશીથી જીવવાનો લીધો નિર્ણય

નવી દિલ્હી: અલ્ઝાઈમર રોગથી પીડિત 71 વર્ષીય એલેક્સ પાંડોલ્ફોનું જીવન પ્રેરણાદાયક છે. તેઓ જીવનને પ્રેમ કરે છે, છતાં તેમણે ઈચ્છા મૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો છે. જેથી તેઓ બાકીના દિવસો ખુશીથી જીવી શકે. તેમના આ નિર્ણયના કારણે મૃત્યુના અધિકાર અને જીવનની ગુણવત્તા પર ચર્ચાઓ શરુ થઈ છે.
2015માં 61 વર્ષની ઉંમરે અલ્ઝાઈમરનું નિદાન થયા બાદ ડોક્ટરોએ તેમને માત્ર 3-4 વર્ષનો સમય આપ્યો હતો. જોકે, પાંડોલ્ફોએ અપેક્ષિત આયુષ્ય કરતાં વધુ જીવન જીવ્યું છે. તેઓ રોજિંદા કામો માટે દિવસમાં લગભગ 10 એલાર્મ સેટ કરે છે, જેમાં દવા લેવી, મીટિંગ યાદ રાખવી અને ફરવા જવાનું સામેલ છે.
પાંડોલ્ફો જણાવે છે કે તેમને નવા નામ અને ચહેરા યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, તેથી તેઓ રોજિંદા કામો અને મળનારા લોકો માટે ઘણા એલાર્મ અને નોટ સેટ કરે છે. દરેક દિવસ કિંમતી છે. સવારે ઊઠીને Morticia Addamsનું એક પેઇન્ટિંગ અને બહેને આપેલો હમ્બગ સોફ્ટ-ટોય જોઈને તેમનો દિવસ શરૂ થાય છે.
પાંડોલ્ફોના માતા-પિતા, બંનેને ડિમેન્શિયા હતો. તેમના પિતા વિન્સેન્ટની કથળતી સ્થિતિ અને પીડામાંથી મુક્તિની ઇચ્છાએ પાંડોલ્ફોને ઊંડી અસર કરી. આ અનુભવોને કારણે, તેમણે સ્વિત્ઝરલૅન્ડમાં ઈચ્છા મૃત્યુનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.
તેમના પિતા વિન્સેન્ટને 1999માં અને માતા મેરીને 2017માં બંનેને પણ ડિમેન્શિયા થયો હતો. વિન્સેન્ટની ઝડપી કથળતી સ્થિતિ અને અંતિમ દિવસોની યાદો પાંડોલ્ફો માટે ઈચ્છા મૃત્યુને સમર્થન આપવાનું મુખ્ય કારણ બન્યા.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
