તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
ગાઝામાં ઉભી થઇ ભયંકર ભૂખમરાની પરિસ્થિતિ
ઇઝરાયલ દ્વારા થયેલ હુમલામા અત્યાર સુધીમાં 64 હજાર લોકોએ ગુમાવ્યો છે જીવ:પેલેસ્ટાઇનના હજારો લોકો ભુખમરાનો ભોગ બન્યા:સ્થિતિ બની અત્યંત દયનિય

નવી દિલ્હી: ગાઝામાં ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલામાં અત્યારસુધીમાં કુલ 64,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં યુદ્ધના વાદળો વચ્ચે ભૂખમરાંના કારણે મરનારાઓનો આંકડો હજુ જાહેર થયો હતો. હમાસ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ અંગે આંતરરાષ્ટ્રીય અને માનવાધિકાર સંગઠનો ચિંતિત છે. યુએનની એજન્સીએ જણાવ્યું કે, જો ઈઝરાયલ ઈચ્છે તો તે ગાઝાને આ વિપરિત પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે. ગ્લોબલ હંગર મોનિટર અનુસાર, પેલેસ્ટાઈનના હજારો લોકો ભૂખમરાનો ભોગ બન્યા છે. તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ઈઝરાયલે માર્ચથી મે સુધી 11 મહિના માટે ગાઝામાં માનવીય સહાયતા પ્રદાન કરવા પર રોક મૂકી હતી. હવે ઈઝરાયલ દાવો કરી રહ્યુ છે કે, તે સામાન્ય લોકો સુધી રાશન-અનાજ પહોંચાડી રહ્યું છે. જો કે, તેની આ સહાયતા પર્યાપ્ત ન હોવાનું યુએનની એજન્સીએ જણાવ્યું છે. યુએન એડના ચીફ ટોમ ફ્લેચરે જણાવ્યું કે, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. ગાઝાને આ સંકટમાંથી ઉગારવા માટે ખૂબ ઓછો સમય રહ્યો છે.
ગાઝામાં ભૂખમરાની વિકટ પરિસ્થિતિ અંગે વિશ્વની ચિંતા અને ટીકાઓ પર સ્પષ્ટતા આપતાં ઈઝરાયલની સંરક્ષણ એજન્સી COGATએ જણાવ્યું કે, ગત સપ્તાહે ગાઝામાં 1900 ટ્રંક મોકલવામાં આવ્યા હતા. ધીમે-ધીમે રાશન-પાણીનો પુરવઠો વધારી રહ્યા છીએ. આ સહાયતા માત્ર સામાન્ય લોકો માટે છે. હમાસ માટે નહીં. ગાઝા શહેરની બહુમાળી ઈમારતો પર હમાસનો કબજો છે. જેને સામાન્ય લોકો માટે ખાલી કરવાનો આદેશ ઈઝરાયલ દ્વારા આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયલે ગાઝા શહેરની અનેક બહુમાળી ઈમારતોને ટાર્ગેટ બનાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
