તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Thursday, 4th September 2025
એક સર્વે મુજબ 2021માં વિશ્વમાં એક અબજ લોકો માનસિક રોગથી પીડાતા હતા
દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક આરોગ્યની સમસ્યાઓ સાથે જીવી રહ્યા છે:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક નિવેદનમાં આપી આ જાણકારી:આ પ્રકારની સમસ્યાથી માનવીને મોટા પાયે આર્થિક નુકશાન થાય છે

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૧માં સમગ્ર વિશ્વમાં એક અબજથી વધુ લોકો એટલે કે દર સાતમાંથી એક વ્યકિત માનસિક આરોગ્યની સમસ્યાઓ સાથે જીવી રહ્યાં હતાં. જેમાં ચિંતા અને ડિપ્રેસિવ ડિસઓર્ડરના કેસો કુલ કેસોના બે તૃતિયાંશ હતાં તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ જણાવ્યું છે કે આ પ્રકારની સમસ્યાઓથી મોટા પાયે માનવીય અને આર્થિક નુકસાન થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ટુડે અને મેન્ટલ હેલ્થ એટલાસ ૨૦૨૪ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આત્મહત્યા યુવાનોમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે. જે સમગ્ર વિશ્વમાં ૧૦૦માંથી એક મોતનું કારણ બને છે અને પ્રત્યેક મોત માટે ૨૦ પ્રયત્નો કરવામાં આવે છે.
રિપોર્ટમાં લેખકોએ જણાવ્યું છે કે સિઝોફેનિયા ૨૦૦માંથી એક વ્યકિતને અને બાઇપોલર ડિસઓર્ડર ૧૫૦માંથી એક વ્યકિતને અસર કરે છે જે એક ચિંતાનું મુખ્ય કારણ છે.
તેમણે જણાવ્યું છે કે પોતાની તીવ્ર અવસ્થામાં સિઝોફેનિયાને તમામ આરોગ્ય સ્થિતિઓમાં સૌથી વધારે નુકસાન પહોંચાડનાર માનવામાં આવે છે અને આ સમાજ માટે પ્રતિ વ્યકિત સૌથી મોંઘું વિકાર છે. આ સ્થિતિની ઓળખ આભાસ અને અવ્યવસ્થિત વિચારસરણીથી થાય છે.
આ તારણો ડબ્લ્યુએચઓ દ્વારા સંચાલિત ડેટાબેઝ ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ ૨૦૨૧ અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ, ઇન્જરીસ એન્ડ રિસ્ક ફેકટર્સ સ્ટડી ૨૦૨૧ના વિશ્લેષણ પર આધારિત છે. જેનું સંકલન વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન દ્વારા કરવામાં આવ્યું છે.
લેખકોના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે એક લાખની વસ્તીએ ૧૩ મેન્ટ હેલ્થ વર્કરો કાર્યરત છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં તેમની તીવ્ર અછત છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
