તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
ભારે કરી! બેડરુમમાં કપડાં પહેર્યા વિના સૂઈ રહી હતી મહિલાઃ બહાર બારી સાફ કરવા આવેલા મજૂરોએ બધું જોઈ લીધું
આ કપલ લક્ઝૂરી પોર્ટ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાં તેઓ લગભગ દર મહિને ૧.૨૩ લાખ રૂપિયા ભાડું આપે છે

ચેંગદૂ તા.૪: ચીનના ચેંગદૂ શહેરમાં એક એપાર્ટમેન્ટમાં મહિલા પોતાના બેડરૂમમાં સૂઈ રહી હતી. બારીના પડદા ખુલ્લા હતા અને રૂમની લાઇટ પણ ચાલુ હતી. આ દરમિયાન બારી સાફ કરવા માટે બે મજૂર ત્યાં પહોંચ્યા અને મહિલાને કપડાં પહેર્યા વિના જોઈ લીધી. મહિલાના પતિએ કહ્યું કે, અચાનક પત્નીની ચીસ સાંભળી તે રૂમમાં આવ્યો. તેણે જોયું કે બહાર બે મજૂરો ઊભા ઊભા તેની પત્નીને ટગર ટગર જોઈ રહ્યા હતા. તેણે તરત પડદા ખેંચી લીધા.
આ કપલ લક્ઝૂરી પોર્ટ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાં તેઓ લગભગ દર મહિને ૧.૨૩ લાખ રૂપિયા ભાડું આપે છે. પ્રોપર્ટી મેનેજમેન્ટે પહેલા જ કહ્યું હતું કે, ૨૧થી ૩૦ એપ્રિલની વચ્ચે બારીઓ સાફ થશે. કપલે સ્પષ્ટ કહ્યું હતું કે, સફાઈ કરતા પહેલા અલગથી નોટિસ આપજો, પણ મેનેજમેન્ટ ભૂલી ગયું.
આ ઘટના બાદ મહિલાની હાલત ખરાબ થઈ ગઈ. ડોક્ટર્સે તેને ડિપ્રેશન અને એન્ઝાયટી જણાવી. પતિના જણાવ્યા અનુસાર, ત્યારથી પત્ની ખૂબ જ ઉદાસ રહે છે અને સામાન્ય જીવન જીવી શકતી નથી. કપલે મેનેજમેન્ટ પાસે માફી અને વળતરની માગ કરી, પણ મેનેજમેન્ટે ખાલી એક ટોકરી ફળ મોકલી મામલો ખતમ કરવાની કોશિશ કરી. માનસિક નુકસાનને લઈને તેમણે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી.
જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો મેનેજમેન્ટે ઓફર આપી કે જો કપલ ઓગસ્ટમાં ભાડાનો કોન્ટ્રાક્ટ લંબાવશે તો દર મહિને ૬૦૦ યુઆનની છૂટ આપવામાં આવશે. પતિએ છૂટને નકારતા કહ્યું કે, અમે દર મહિને ૧૦ હજાર યુઆન ભાડું આપી શકીએ છીએ, શું અમને ૬૦૦ યુઆનની કમી છે? આ છૂટ મેનેજમેન્ટના વિચારો જણાવે છે કે તેઓ અસલી સમસ્યાને ગંભીરતાથી લેવા જ નથી માગતા. (૩૮.૨)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
