તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
જાપાનની રાજધાની ટોક્યો નજીક માઉન્ટ ફ્રૂજી નામનો આવેલ છે વિશાળ જ્વાળામુખી પર્વત
318 વર્ષ પહેલા થયો હતો આ જ્વાળામુખીમાં વિસ્ફોટ:જાપાનના લોકોને હજુ તેનો ડર સતાવે છે:જાપાન સરકારે માઉન્ટ ફ્રૂજીના વિસ્ફોટનો એક એઆઈ આધારિત વિડીયો બનાવીને કર્યો શેર

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યો નજીક માઉન્ટ ફુજી નામનો એક વિશાળ જ્વાળામુખી પર્વત છે. આ જ્વાળામુખીમાં 318 વર્ષ પહેલાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને 'હોઈ' કહેવામાં આવે છે. આટલા વર્ષોથી માઉન્ટ ફુજીમાં કોઈ વિસ્ફોટ થયો નથી, પરંતુ તે એક સક્રિય જ્વાળામુખી છે. તેમ છતાં, જાપાનના લોકોને તેનો ડર સતાવતો રહે છે. જો આજે માઉન્ટ ફુજીમાં 'હોઈ' જેવો ભયાનક વિસ્ફોટ થાય તો શું થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જાપાન સરકારે માઉન્ટ ફુજીના વિસ્ફોટનો એક વીડિયો બહાર પાડ્યો છે. જોકે, આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. લોકોને આવી કટોકટી માટે હંમેશા સજાગ રહેવા માટે આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
માઉન્ટ ફુજીના વિસ્ફોટ અંગે બનાવેલા AI વીડિયોમાં તેની ભયાનકતા દર્શાવવામાં આવી છે કે કેવી રીતે આખું ટોક્યો તેની ચપેટમાં આવી જશે. આ વીડિયો જાહેર કરવાનો સરકારનો હેતુ ટોક્યોના રહેવાસીઓને માઉન્ટ ફુજીના વિસ્ફોટથી થનારા સંભવિત પ્રભાવ વિશે ચેતવણી આપવાનો છે.
માઉન્ટ ફુજીમાં છેલ્લે 318 વર્ષ પહેલા વિસ્ફોટ થયો હતો. જાપાનના અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં કોઈ વિસ્ફોટ થશે નહીં, પરંતુ માઉન્ટ ફુજી એક સક્રિય જ્વાળામુખી છે. તેનો છેલ્લો વિસ્ફોટ, જેને 'હોઈ' વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે, તે 318 વર્ષ પહેલાં થયો હતો.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
