News of Friday, 29th August 2025
ચીનમાં પેશાબમાં ઉકાળીને ખાવામાં આવે છે ઈંડા, લોકો શોખથી ખાય છે
લોકો માને છે કે પેશાબમાં બાફેલા ઈંડા ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે

બીજીંગ તા.૨૯: ઈંડા એક યુનિવર્સલ ફૂડ છે, જેને દુનિયાભરના લોકો ખૂબ જ શોખથી ખાય છે. ઈંડા ભલે બાફેલ હોય કે, ભુર્જી હોય કે ઓમલેટ, તે પ્રોટીનથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો બાફેલા ઈંડા પસંદ કરે છે. સામાન્ય રીતે ઈંડા પાણીમાં ઉકાળવામાં આવે છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં આ ઈંડાઓને પેશાબમાં ઉકાળીને લોકોને ખાવા માટે આપવામાં આવે છે.
નવાઈની વાત એ છે કે ઈંડાની સચ્ચાઈ જાણતા હોવા છતાં લોકો તેને શોખથી ખાય છે. આ ઈંડાઓને વર્જિન એગ્સ કહેવામાં આવે છે, કારણ કે તે બાળકોના યુરિનમાં ઉકાળવામાં આવે છે. આ ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીંના લોકો માને છે કે આ રીતે બાફેલા ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેને ખાવાથી ક્યારેય બીમાર નથી પડતા.
આ અનોખી ડિશ ચીનના ઝેજિયાંગ પ્રાંતના ડોંગયાંગ શહેરમાં ખૂબ જ પ્રખ્યાત છે, જેને ટોંગ-ત્ઝૂ-દાન એટલે છોકરાના પેશાબમાં બાફેલા ઈંડા કહેવામાં આવે છે. આ ડિશ બનાવવા માટે નાના છોકરાઓના પેશાબનો ઉપયોગ કરવામાં આવે છે.
નાના બાળકોના પેશાબને સ્કૂલોમાંથી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ પેશાબને આગ પર ગરમ કરવામાં આવે છે અને તેમાં આ ઈંડાઓને આખો દિવસ ઉકાળવામાં આવે છે. ઉકાળ્યા પછી ઈંડાના છિલકાઓ તોડીને તેને ફરીથી તે જ પેશાબમાં ડૂબાવીને પકવવામાં આવે છે, જેથી પેશાબનો સ્વાદ અને પોષક તત્વો ઈંડાની અંદર સુધી પહોંચી શકે
ત્યાંના લોકો માને છે કે પેશાબમાં બાફેલા ઈંડા ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તેમનું માનવું છે કે આ શરીરમાંથી ગરમીને બહાર કાઢે છે અને રક્તપ્રવાહને સુધારે છે. ઘણા લોકો તો આ દાવો પણ કરે છે કે આ ઈંડાઓથી તેમને થાક અને કમજોરીનો અનુભવ નથી થતોજો કે, પヘમિી દુનિયા અને વૈજ્ઞાનિક સમુદાય આ પ્રકારના દાવાઓને માનતા નથી અને તેને અસ્વચ્છ અને આરોગ્ય માટે જોખમી ગણે છે, ત્યારે ડોંગયાંગ શહેરના લોકો માટે આ સદીઓ જૂની પરંપરાનો ભાગ છે અને તેમની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે
સ્થાનિક લોકો માટે આ એક સામાન્ય અને પરંપરાગત ભોજન છે. સ્ટ્રીટ ફૂડ તરીકે આ ઈંડા દરેક શેરી અને રસ્તા પર વેચાય છે અને લોકો તેને મોટા શોખથી ખાય છે. જ્યાં આ પરંપરા ચીનના એક નાના ભાગ સુધી મર્યાદિત છે, ત્યાં સોશિયલ મીડિયા પર તેના વિશે જાણીને લોકો ઘણીવાર હેરાન થઈ જાય છે. આ ડિશ દુનિયા માટે એક અજાયબી હોઈ શકે છે, પરંતુ ડોંગયાંગના રહેવાસીઓ માટે આ એક હેલ્ધી ફૂડ છે, જેને તેઓ તેમના વારસાનો ભાગ માને છે.(૩૮.૫)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
