<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

૩૦ સેકન્‍ડમાં ૨૩૮ દોરડાકૂદ : પોતાનો જ વિક્રમ તોડ્‍યો

ત્‍વરાને એક સેકન્‍ડમાં માપીએ તો તે લગભગ ૭.૯ વાર દોરડા કૂદી લે છે

ટોકયો, તા.૮: તાજેતરમાં જાપાનમાં યોજાયેલી વર્લ્‍ડ જમ્‍પ-રોપ ચૅમ્‍પિયનશિપમાં એક ચાઇનીઝ જમ્‍પરોપર એટલે કે દોરડાકૂદના ખેલાડીએ અવિશ્વસનીય ત્‍વરા સાથે દોરડા કૂદીને ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ નોંધાવ્‍યો હતો. ચાઇનીઝ સેન શિઓલિને જસ્‍ટ ૩૦ જ સેકન્‍ડમાં ૨૩૮ વાર દોરડા કૂદવાનો વિક્રમ સ્‍થાપ્‍યો હતો. આ પહેલાંનો રેકૉર્ડ પણ તેનો જ હતો. આ પહેલાં તેણે ૩૦ સેકન્‍ડમાં ૨૨૮ વાર દોરડા કૂદ્યા હતા. તેની ત્‍વરાને એક સેકન્‍ડમાં માપીએ તો તે લગભગ ૭.૯ વાર દોરડા કૂદી લે છે.(૨૩.૨૨)

 

(4:13 PM IST)