તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
મોડલ્સ હાડપિંજર જેટલી પાતળી હોવાથી ઝારાની બે એડ્વર્ટાઇઝમેન્ટ પર પ્રતિબંધ
મોડલ્સ જે રીતે ઊભી છે અને તેના કૉલર પાસેનાં હાડકાં જે રીતે ઊપસી આવ્યાં છે એ મોડલ્સને કુપોષિત દેખાડી રહ્યાં છે જે યોગ્ય નથી

લંડન, તા.૮: બ્રિટનની ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટીએ ફૅશન ક્ષેત્રની જાણીતી કંપની ઝારાની બે જાહેરાતોને રિજેક્ટ કરી દીધી હતી. કારણ હતું એમાં દેખાડવામાં આવેલી મૉડલ્સ અને મૉડલ્સને વધુપડતી પાતળી દેખાડવાનો પ્રયત્ન. ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટીના કહેવા મુજબ મૉડલ્સ એટલી પાતળી અને હાડપિંજર જેવી હતી કે એના કૉલરના બોન બહાર દેખાતા હતા. સફેદ રંગના ટૂંકા ડ્રેસમાં મૉડલના પગને વધુપડતા પાતળા દેખાડવા માટે શૅડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખભા પાસેના હાથ અને કોણી પાસેનો ભાગ પણ આઉટ ઑફ પ્રપોર્શન છે. બીજી ઍડમાં પણ મૉડલની હેરસ્ટાઇલને કારણે તે વધુ પાતળી લાગે છે. મૉડલ્સ જે રીતે ઊભી છે અને તેના કૉલર પાસેનાં હાડકાં જે રીતે ઊપસી આવ્યાં છે એ મૉડલ્સને કુપોષિત દેખાડી રહ્યાં છે જે યોગ્ય નથી. આ જ કારણોસર બન્ને ઍડ્વર્ટાઇઝમેન્ટ પર બૅન મૂકવામાં આવતાં ઝારાએ એ પાછી ખેંચી લીધી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
