News of Wednesday, 6th August 2025
ઇસરોએ લદાખમાં માર્સ બેઝ શરૂ કર્યો હોવાની માહિતી
સૂર્યમંડળના મંગળ ગ્રહ પર જવા માટે અવકાશયાત્રીઓનું તાલીમ કેન્દ્ર કર્યું શરૂ:બે વિજ્ઞાનીઓ આ કેન્દ્રમાં 10 દિવસ સુધી રહીને કરેશે વૈજ્ઞાનિક પ્રયોગ

નવી દિલ્હી: ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના વધુ સઘન બનાવી છે.આ જ યોજનાના હિસ્સારૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) લદાખમાં માર્સ -લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી (સૂર્યમંડળના લાલ રંગી મંગળ ગ્રહ પર જવા માટે અવકાશયાત્રીઓનું તાલીમ કેન્દ્ર) શરૂ કરી છે.
ઇસરોના ચેરમેન ડો. વી.નારાયણને ૨૦૨૫ની ૩૧, જુલાઇએ, શુક્રવારે લદાખની ત્સો કર વેલી નામના સ્થળે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન(એચઓપીઇ)નું ઉદ્ધાટન કર્યું છે.
ડો.વી.નારાયણને એવી માહિતી આપી છે કે એચઓપીઇ ખરેખર તો એનેલોગ મિશન છે.ભારતના અવકાશયાત્રીઓ ભવિષ્યમાં (૨૦૪૦) ચંદ્રની અને ત્યારબાદ મંગળની ધરતી પર ઉતરે તે માટે અમે અત્યારથી જ જરૂરી બધી તૈયારી શરૂ કરી છે. લદાખની આ ત્સો કર વેલી સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા અંશે મંગળ ગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સમાનતા ધરાવતી હોવાથી તેની પસંદગી થઇ છે.
આ તાલીમ કેન્દ્રમાં અંતરિક્ષમાં હોય છે તેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું છે.
આ તાલીમ કેન્દ્રમાં બે ક્રૂ મેમ્બર્સ(બે વિજ્ઞાનીઓ) ૧થી ૧૦, ઓગસ્ટ દરમિયાન રહેશે. તાલીમ કેન્દ્રમાં બંને વિજ્ઞાનીઓ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં રહેશે. સાથોસાથ તેઓ સોઇલ કલેક્શન(ચંદ્રની અને મંગળની ધરતીના નમૂના ભેગા કરવા) અને માઇક્રોબાયલ ટેસ્ટિંગ(સુક્ષ્મ જીવ પર પરીક્ષણ) વગેરે જેવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે. અમારા આ વિશિષ્ટ પ્રયોગમાં દેશની જુદી જુદી વિજ્ઞાન સંસ્થાઓ પણ જોડાઇ છે. ખાસ કરીને બંને વિજ્ઞાનીઓની સમગ્ર ગતિવિધિ પર ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીન ખાસ નિરીક્ષણ રાખશે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
