તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
પાકિસ્તાન સામે ઉભું થયું એક નવું સંકટ
સિંધુ ડેલ્ટાનુ પાણીં સુકાઈ ગયું:12 લાખ લોકોના જનજીવન પર અસર પડી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાન સામે ઊભું થયું છે એક નવું અને ગંભીર પર્યાવરણીય સંકટ... સિંધુ ડેલ્ટામાં પાણીનો તીવ્ર અભાવ સર્જાતા આજની તારીખે 40થી વધુ ગામો ઉજ્જડ બની ગયા છે અને આશરે 12 લાખ લોકો પોતાનું ઘર છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ સંકટ માત્ર પાણી પૂરવઠું નહીં, પણ પાકિસ્તાનની તટરેખીય અર્થવ્યવસ્થાને પણ ગંભીર રીતે હલાવી રહ્યું છે.
પાકિસ્તાનના સિંધુ ડેલ્ટામાં જ્યાં ક્યારેક ખીલી રહેલું જીવન જોવા મળતું હતું, આજે ત્યાં સૂકાં ખેતરો, ખાલી પડેલા માછીમારવાડા અને બચવા માટે પલાયન કરતા લોકોના ટોળા જોવા મળે છે. ઓડીસીયા, બઢીન અને સુજાવલ જેવા જિલ્લાઓમાં પીવાના પાણીની જળવાહિનીઓ સુકાઈ ગઈ છે, ખારું પાણી અગ્રેસર થઈ રહ્યું છે, અને આજની તારીખે અંદાજે 12 લાખ લોકો પોતાના મૂળ ગામોને છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે.
આ ગામોમાંથી લગભગ 12 લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના કરાચીમાં સ્થાયી થયા છે. તાજેતરમાં કરાચીમાં પલાયન કરનારા હબીબુલ્લાહ ખટ્ટી પોતાના પૈતૃક ગામ મીરબહારમાં માતાની કબર પર અંતિમ વિદાય આપવા આવ્યા હતા. કારણ કે તેમનું ગામ હવે સમુદ્રમાં ડૂબી રહ્યું છે. જ્યાં તેમની માતાની કબર છે, ત્યાં હવે દરિયાઈ મીઠાનું સામ્રાજ્ય છે. જ્યારે તે તેમની માતાની કબર પર પહોંચ્યા, ત્યાં અડધા-અડધ પગ મીઠાના ઢગલાંમાં ખૂંપી ગયા હતા. આ ગામ સિંધુ ડેલ્ટાથી લગભગ 15 કિલોમીટર દૂર છે, જ્યાં સિંધુ નદી અરબી સમુદ્રને મળે છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
