તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
માર્ક ઝકરબર્ગે 24 યુવાન યુવાનને કરી આ સૌથી મોટી જોબની ઓફર
24 વર્ષીય એઆઈ નિષ્ણાત મેટ ડાઈકને અધધ 25 કરોડ ડોલરનું પેકેજ ઓફર કરાયું હોવાની માહિતી:એઆઈ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટેના યુદ્ધમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવામાં આવ્યા

નવી દિલ્હી: દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું પ્રભુત્વ વધી રહ્યું છે તેમ ટોચની ટેક્નોલોજી કંપનીઓ એઆઈ આધારિત સંશોધનમાં વધુ ને વધુ રોકાણ કરી રહી છે. માર્ક ઝકરબર્ગની મેટાએ 24 વર્ષના એઆઈ નિષ્ણાત મેટ ડાઇકને અધધધ કહી શકાય તેવું 25 કરોડ ડોલરનું પેકેજ ઓફર કર્યું છે, જેણે એઆઈ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટેના યુદ્ધમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે. જોકે, ઝકરબર્ગની આ ઓફરે એઆઈ આધારિત ભવિષ્યમાં આર્થિક અસમાનતા અંગે પણ સવાલો ઊભા કર્યા છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થી મેટ ડાઈકને ચાર વર્ષ પહેલાં મેટાએ અંદાજે 12.5 કરોડ ડોલર ઓફર કર્યા હતા. પરંતુ ડાઈકે આ ઓફર ફગાવી દીધી હતી. પરિણામે એઆઈ સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા માગતા માર્ક ઝકરબર્ગ પોતે મેદાનમાં આવ્યા હતા.
આ વખતે માર્ક ઝકરબર્ગે જાતે એઆઈ સંશોધક મેટ ડાઈકને મળીને તેમની ઓફર બમણી કરીને 25 કરોડ ડોલર ઓફર કર્યા, જેમાં 10 કરોડ ડોલર પહેલા જ વર્ષમાં ચૂકવવાનું જણાવ્યું હતું. ઝકરબર્ગની આ ઓફર એઆઈ રિસર્ચર મેટ ડાઈક નકારી શક્યો નહીં. આ સાથે મેટ ડાઈકે કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ પેકેજ મેળવ્યું હોવાનું મનાય છે.
મેટ ડાઇક પ્રોફેશનલ એઆઈ સંશોધક છે. તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડૉક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. ત્યાર પછી ડાઇકે સીએટલમાં એલન ઈન્સ્ટિટયૂટ ફોર એઆઈમાં કામ કર્યું. ત્યાં તેણે મોલ્મો નામનું એક એઆઈ ચેટબોટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચેટબોટ ઈમેજ, વોઈસ અને ટેક્સ્ટને ડીકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિઝનને અનુરૂપ છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
