તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
દસ વર્ષના દીકરાને એરપોર્ટ પર છોડીને જ વેકેશન માટે નીકળી ગયા
દસ વર્ષના દીકરાનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હોવાથી પેરન્ટ્સ તેને એરપોર્ટ પર છોડીને જ વેકેશન માટે નીકળી ગયા

લંડન,તા.૦૪: સ્પેનના એક એરપોર્ટ પર વેકેશન મનાવવા માટે વિદેશ ટ્રાવેલ કરી રહેલા એક યુગલે માની ન શકાય એવું પગલું ભર્યું હતું. એરપોર્ટના એક સ્ટાફના કહેવા મુજબ એક દંપતી દસ વર્ષના બાળક સાથે ફલાઇટ પકડવા આવ્યું હતું. જોકે એરપોર્ટ પર પહોંચ્યા પછી ખબર પડી કે દીકરાનો પાસપોર્ટ તો એક્સપાયર થઈ ગયો છે. વિના પાસપોર્ટ તેઓ ટ્રાવેલ કરી શકે એમ નહોતા. આવા સંજોગોમાં માતા-પિતા તેમના રાબેતા મુજબની ફલાઇટમાં બેસીને વેકેશન માણવા નીકળી પડ્યાં હતાં અને દસ વર્ષનો છોકરો એરપોર્ટ પર જ અટવાઈ ગયો. એર ઓપરેશન્સ કો-ઓર્ડિનેટરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક કપલને ખબર પડી હતી કે તેમના દીકરાનો પાસપોર્ટ ખતમ થઈ ગયો હોવાથી ટ્રાવેલ કરવા માટે તેને વીઝાની જરૂર પડશે. જોકે એ જાણીને તેઓ પોતાની સફર મુલતવી રાખવાને બદલે તેમણે દસ વર્ષના છોકરાને ટર્મિનલ પર જ છોડી દીધો અને તેઓ પ્લેનમાં બેસી ગયા. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે તેમણે પોતાના સંબંધીને બોલાવ્યા છે, તેઓ આવીને દીકરાને લઈ જશે. દીકરાએ કહ્યું હતું કે મમ્મી-પપ્પા રજાઓ માણવા જઈ રહ્યાં છે અને મને એકલો મૂકી દીધો. ઍરપોર્ટ સ્ટાફના અધિકારીઓ પણ પેરન્ટ્સની આ હરકતને કારણે ગુસ્સે થઈ ગયા હતા. એવું જાણવા મળ્યું હતું કે પ્લેનમાં બેસી ગયેલા પેરન્ટ્સને પાછળથી ઉતારી મૂકવામાં આવ્યા હતા અને પોલીસ-સ્ટેશને ક્રોસ વેરિફિકેશન માટે લઈ જવામાં આવ્યા હતા.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
