તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
૨૩ વર્ષની છોકરીને મેનિક્યોર મોંઘું પડયું ખતરનાક વાઇરસ શરીરમાં પ્રવેશ્યું
સાવ સિમ્પલ દેખાતી બ્યુટી-ટ્રીટમેન્ટ ખતરનાક સાબિત થઈ

પોર્ટલેન્ડ,તા.૩૧: ૨૩ વર્ષની એક છોકરી ૨૦૨૩માં પહેલી જૂને એક્રિલિક નેઇલ મેનિક્યોર કરાવવા માટે પોર્ટલેન્ડના એક સેલોંમાં ગઈ હતી ત્યારે તેના નખમાંથી એક એવો ખતરનાક વાઇરસ તેના શરીરમાં પ્રવેશી ગયો હતો જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (એસટીઆઈ) હર્પીસનું કારણ બની શકે છે. સેલોંમાંથી આવ્યા બાદ મહિલાની ડાબી આંગળી પર સોજો આવી ગયો હતો. ચાર દિવસ બાદ તેની આંગળીઓ પર ગૂમડાં થવા લાગ્યાં હતાં અને ડોક્ટરોએ તેનાં ગૂમડાંમાંથી પસ લઈને ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલ્યાં હતાં. એમાં જાણવા મળ્યું કે આ છોકરીને હર્પેટિક વાઇટલોનો ચેપ લાગ્યો છે. અમેરિકામાં એક લાખ વ્યક્તિએ ત્રણ લોકોને આવો ચેપ લાગે છે. આમ સાવ સિમ્પલ દેખાતી બ્યુટી-ટ્રીટમેન્ટ આ છોકરી માટે ખતરનાક સાબિત થઈ હતી. (૪૦.૬)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
