<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

અમેરિકાની એક હોસ્‍પિટલમાં ૧૦ નર્સ અને એક ડોક્‍ટર સહિત ૧૧ મહિલા એકસાથે પ્રેગ્નન્‍ટ

મઝોરી,તા.૩૧: અમેરિકાના મઝોરી રાજ્‍યમાં લિબર્ટી હોસ્‍પિટલમાં ૧૦ નર્સ અને એક મહિલા ડોક્‍ટર સહિત ૧૧ મહિલા એકસાથે પ્રેગ્નન્‍ટ થઈ છે. તેમની ડિલિવરી-ડેટ જુલાઈથી નવેમ્‍બર વચ્‍ચે છે અને બે નર્સોની ડિલિવરી-ડેટ એક જ તારીખ આપવામાં આવી છે. આ તમામ મહિલાઓએ પ્રેગ્નન્‍સીની યોજના એકસાથે બનાવી નહોતી પણ આ માત્ર સંયોગ છે. નવાઈની વાત એ છે કે તમામ નર્સો ઑબ્‍સ્‍ટ્રેટ્રિક્‍સ, લેબર અને ડિલિવરી ડિપાર્ટમેન્‍ટમાં કામ કરે છે. ઘણા લોકો એમ કહે છે કે હોસ્‍પિટલના પાણીમાં જ જાદુ છે, એથી ઘણી નર્સો ઘરેથી પીવાનું પાણી લાવે છે. જોકે નર્સોએ જણાવ્‍યું હતું કે અમે એકબીજાને અમારા અનુભવ શેર કરીશું, એકબીજાને ટિપ્‍સ આપીશું અને કોઈ સમસ્‍યા ઊભી થાય તો એકબીજાનો સંપર્ક કરીશું. એકસાથે ગર્ભવતી થવાના બીજા ફાયદા ગણાવતાં તેમણે કહ્યું હતું કે અમારું અને ભવિષ્‍યમાં અમારાં બાળકોનું બોન્‍ડિંગ સારું રહેશે. (૪૦.૭)

(10:01 AM IST)