<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જર્જરિત ઘરો ખરીદીને અને ભાડે ચડાવીને વર્ષે ૭.૭૨ કરોડ રૂપિયા કમાય છે

 

ઓસાકા, તા.૨૮: પ્રૉપર્ટીમાં રોકાણ કરવું સારામાં સારો બિઝનેસ છે, પણ એમાં રોકાણ માટે લાખો-કરોડો રૂપિયા જોઈએ. જપાનનો હાયાતો કાવામુરા માત્ર ૩૮ વર્ષનો છે અને તે ૨૦૦ ઘરનો માલિક છે અને આ ઘરોમાંથી તેની ભાડાની કમાણી વર્ષે ૭.૭૨ કરોડ રૂપિયા છે. ઓસાકા શહેરમાં રહેતા હાયાતોને નાનપણથી ઘરોની ડિઝાઇન જોવાનો ભારે શોખ હતો અને તે પોતાની ગર્લફ્રેન્‍ડને લઈને પણ ઘરો જોવા જતો હતો. ગ્રૅજ્‍યુએશન બાદ તેણે એક રેન્‍ટલ કંપનીમાં નોકરી કરી, પણ તેને ઝાઝો અનુભવ મળ્‍યો નહીં. જોકે તેણે પૈસા બચાવવાની શરૂઆત કરી અને ૨૩ વર્ષની ઉંમરે તેણે ૧૦ લાખ રૂપિયામાં એક ઘર ખરીદીને એને ભાડે ચડાવી દીધું. વર્ષે બે લાખ રૂપિયાના હિસાબે ૬ વર્ષમાં ૧૨ લાખ રૂપિયાનું ભાડું કમાઈને તેણે એ ઘર ૨૪ લાખ રૂપિયામાં વેચી દીધું. તેણે જૂનાં અને ખંડેર થતાં લોકોએ તરછોડી દીધાં હોય એવાં ઘરો શોધીને એને સાવ સસ્‍તી કિંમતે ખરીદવાની શરૂઆત કરી અને એમાં સુધારાવધારા કરી એ ઘરો ભાડે આપવાની શરૂઆત કરી દીધી. એક ઘર તો એટલું અવાવરું હતું કે ત્‍યાં પશુઓના મળતદેહ પડ્‍યા હતા. ૨૦૧૮ સુધીમાં તેણે ઘણાં ઘરો ખરીદી લીધાં અને એને ભાડે ચડાવી દીધાં, ત્‍યાર પછી નોકરી છોડીને તેણે પોતાની મેરીહોમ નામની રેન્‍ટલ કંપની શરૂ કરી. હાલમાં તેની પાસે ૨૦૦થી વધારે ઘર છે અને એની આવકમાંથી હજી તે વધારે પ્રૉપર્ટી ખરીદી રહ્યો છે. તે કહે છે કે મને વિશ્વાસ નથી કે આટલી નાની ઉંમરે હું અમીર બની જઈશ. રિયલ એસ્‍ટેટ માર્કેટ એક લૉન્‍ગ ટર્મ ગેમ છે, જ્‍યાં પૈસા જ પૈસા છે

(11:53 AM IST)