તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
સતત 15 દિવસ સુધી આ વસ્તુ ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદા
સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે ચિયા સીડ્સ:ફાઈબર,પ્રોટીન,ઓમેગા-3 હોય છે ભરપૂર માત્રામાં:પાચન ,હાઇડ્રેશન અને ત્વચા માટે પણ છે ખુબજ ઉપયોગી

નવી દિલ્હી: જો તમે ઈન્સ્ટાગ્રામ પર 5 મિનિટ પણ સ્ક્રોલ કરો છો તો તમારા હેલ્થ-ફિટનેસ સાથે સબંધિત દર બીજી રીલ્સમાં ચિયા સીડ્સ વોટરના ફાયદા બતાવવામાં આવશે. તેનું મુલાયમ જેલ જેવું ટેક્સચર ખૂબ જ સંતોષજનક લાગે છે, જોકે તે માત્ર એક વાઈરલ ટ્રેન્ડ જ નથી પરંતુ ચિયા સીડ્સ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ચિયા સીડ્સમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પાણીમાં પલાડવાથી તે ફૂલીને જેલ જેવા ટેક્સચરમાં રૂપાંતરિત થઈ જાય છે, જે પાચન, હાઈડ્રેશન અને ત્વચા માટે ખૂબ સારા હોય છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને લીવર એક્સપર્ટ ડૉક્ટર સૌરભ શેઠી જેઓ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડથી ટ્રેનિંગ મેળવેલ છે, તેઓ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર લોકોને પોતાની હેલ્થ માટે સાવધાન રહેવાની સલાહ આપે છે. તેમણે થોડા દિવસ પહેલા જ 14 દિવસ સુધી ચિયા સીડ્સ ખાવાના ચમત્કારી ફાયદા વિશે જણાવ્યું હતું. ડૉ. શેઠીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિઓમાં જણાવ્યું કે, દરરોજ એક મોટી ચમચી ચિયા સીડ્સ તમારા પેટના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે તમારા ડાયટમાં એક શાનદાર એડિશન હોય શકે છે. ચિયા સીડ્સમાં રહેલું ફાઈબર પ્રીબાયોટિક તરીકે કામ કરતા તમારા પેટના સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. તે તમારા ચયાપચયને ઝડપી બનાવીને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ડૉ. સેઠીએ આગળ કહ્યું કે, 'દ્રાવ્ય ફાઈબર gastrointestinal system શુગરના શોષણને ધીમું કરી દે છે જેના કારણે બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો નથી થતો, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.'
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
