તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
મેસેચ્યુસેટ્સમાં ભીષણ આગથી ૯ લોકોનાં મોત
૩૦ લોકો ઘાયલ થયા હતાઃ રેસ્કયુ ઓપરેશન

ફોલ રિવર,તા.૧૫: અમેરિકાના મેસેચ્યુસેટ્સ એક ગળહ આવાસમાં ભીષણ આગ લાગવાથી નવ લોકોના મોત અને ૩૦ લોકો ઘાયલ થયા હતા. આગ લાગતા લોકો બારીઓમાંથી બહાર લટકીને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ભારે ધુમાડા અને આગને કારણે લોકો અંદરથી બહાર નીકળી શકયા નહીં. આ લિવિંગ ફેસિલિટીમાં લગભગ ૭૦ લોકો રહે છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ૫ ફાયર ફાઈટર્સને પણ ઈજાઓ થઈ હતી. તેમને પણ અન્ય ઈજાગ્રસ્તોની સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. એક અધિકારીએ કહ્યું કે, ઘણા લોકો બારીઓની બહાર લટકીને બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફોલ રિવર સમુદાય માટે આ એક મોટી દુર્ઘટના છે.(૪૦.૬)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
