<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ભારતીય-એશિયનો અંગ્રેજી નથી બોલતાં, તેમને તેમના દેશમાં મોકલી દેવા જોઈએઃ બ્રિટિશ મહિલા

હીથ્રો એરપોર્ટ પર બ્રિટિશ મહિલાની વિવાદિત ટિપ્‍પણીથી સોશિયલ મીડિયા પર હંગામો

લંડન,તા.૦૯: હાલમાં દેશમાં ભાષાવિવાદ ચાલી રહ્યો છે તેની વચ્‍ચે બ્રિટનની એક મહિલાના નિવેદનને લીધે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ મહિલાએ ભારતીયો અને એશિયન સમુદાય પર વિવાદિત ટિપ્‍પણી કરી છે. મહિલાનું કહેવું છે કે, આ લોકો અંગ્રેજી બોલતા નથી, એટલા માટે તેમને પોતાના દેશમાં પરત મોકલી દેવા જોઈએ.  આ ઘટના હીથ્રો એરપોર્ટ પરની છે. લ્‍યુસી વ્‍હાઇટ નામની આ મહિલાએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર પોસ્‍ટ કર્યા પછી યુઝર્સ પણ તરફેણ અને વિરોધમાં રિએક્‍શન આપી રહ્યા છે.

લ્‍યુસી વ્‍હાઇટે એક્‍સ પર લખ્‍યું કે, હજુ લંડનના હીથ્રો એરપોર્ટ પર વિમાને લેન્‍ડિંગ કર્યું છે. અહીં મોટી સંખ્‍યામાં ભારતીય અને એશિયાઇ સ્‍ટાફ છે. આ લોકો અંગ્રેજીનો એક શબ્‍દ પણ બોલતા નથી. જ્‍યારે મેં તેમને કહ્યું કે અંગ્રેજી બોલો. તેના પર તેમણે મને ‘‘રેસિસ્‍ટ'' હોવાનું  કહ્યું. મહિલાએ આગળ લખ્‍યું કે, આ તમામ(ભારતીય-એશિયાઇ)ને તેમના દેશમાં પરત મોકલી દેવા જોઈએ.

કેટલાક સોશ્‍યલ મીડિયા યુઝર્સે લ્‍યુસી વ્‍હાઇટની વાતને સમર્થન આપ્‍યું છે. તેમનું કહેવું છે કે આ જ કારણોસર એરપોર્ટ પર સમસ્‍યા પેદા થાય છે. જ્‍યારે કેટલાક લોકો લ્‍યુસીની પોસ્‍ટને રેસિસ્‍ટ ગણાવી છે. એક યુઝરે લખ્‍યું કે, તમે હિન્‍દી બોલો છો? જો એરપોર્ટ સ્‍ટાફે એક શબ્‍દ પણ અંગ્રેજીમાં બોલ્‍યો નથી તો તમને ખબર કેવી રીતે પડે કે તેમની પ્રતિક્રિયાનો અર્થ શું હતો? એક અન્‍ય યુઝરે લખ્‍યું કે હું શરત લગાવવા તૈયાર છું કે ત્‍યાં આવું કશુંય થયું નહીં હોય. એક અન્‍ય યુઝરે લખ્‍યું કે આ સંપૂર્ણપણે ફેબ્રિકેટેડ છે. હા, હીથ્રો પર ઘણો સ્‍ટાફ એશિયાઈ છે. જોકે, આ તમામ અંગ્રેજી બોલે છે.(

(10:21 AM IST)