<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ટેક્સાસમાં વિનાશક પૂરના કારણોસર 81 લોકોના મૃત્યુ:41થી વધુ લોકો લાપતા

અતિભારે વરસાદના કારણોસર સર્જાઈ તારાજી:10 બાળકો સહીત 41 લોકો હજુ સુધી લાપતા :1700થી વધુ ટિમે બચાવ કાર્ય શરૂ કર્યું

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરની તારાજી સર્જાઈ છે.  વિનાશક પૂરના કારણે 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 બાળકો સહિત 41 જણ ગુમ છે.  વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે કેર કાઉન્ટી, કોમલ કાઉન્ટી, હેય્સ કાઉન્ટી, બ્લેન્કો કાઉન્ટી, ગિલેસ્પી કાઉન્ટી, કેન્ડલ કાઉન્ટી સહિતના વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. ટેક્સાસના કેરવિલે, કમ્ફર્ટ, ઈન્ગ્રામ, હંટ, બોર્ને, ન્યૂ બ્રાઉનફેલ્સ, સેન માર્કોસ સહિતના શહેરો પર પૂરની તારાજીનો ભોગ બન્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક 81 થયો છે. જેમાં 28 બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી 10 બાળકીઓ સહિત 41 જણ ગુમ છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં 750 બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે. જ્યારે ચારના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટી થઈ છે.  હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

 

(6:35 PM IST)