<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

૨૪,૦૦૦ રૂપિયા આપો તો ચીનની હોટેલમાં ઊંઘમાંથી જગાડવા માટે રેડ પાન્‍ડા આવે છે

તમારે જેટલા વાગ્‍યે ઊઠવું હોય એટલા વાગ્‍યાનો અલાર્મ હોટેલના રિસેપ્‍શન પર લખાવી દેવાનો અને એટલા વાગ્‍યે તમારા રૂમની બહાર રેડ પાન્‍ડા આવી જાય

બીજીંગ, તા.૨૬: ચીનના ચૉન્‍ગકિંગ શહેરમાં લિઆંગજિઆંગ હૉલિડે હોટેલમાં રેડ પાન્‍ડા થીમની હૉલિડેઝ ગાળવાની સુવિધા આપવામાં આવતી હતી. બ્‍લૅક ઍન્‍ડ વાઇટ પાન્‍ડા જાયન્‍ટ સાઇઝના હોય છે. જ્‍યારે રેડ પાન્‍ડા કયુટ, ફરવાળા અને સૉફ્‌ટ-હાર્ટેડ હોય છે. આ હોટેલ રેડ પાન્‍ડાને વેક-અપ કૉલ-સર્વિસ માટે રૂમમાં મોકલે છે. તમારે જેટલા વાગ્‍યે ઊઠવું હોય એટલા વાગ્‍યાનો અલાર્મ હોટેલના રિસેપ્‍શન પર લખાવી દેવાનો અને એટલા વાગ્‍યે તમારા રૂમની બહાર રેડ પાન્‍ડા આવી જાય. આ ટચૂકડું સૉફ્‌ટ પાન્‍ડા તમને ઊંઘમાંથી જગાડીને તમારી સાથે બેડમાં ઊછળકૂદ કરીને રમે, ઍપલ અને ફળોનો નાસ્‍તો કરે. આ અનોખી સર્વિસ માટે આ હોટેલ ખૂબ જાણીતી હતી. એ માટે ૨૪,૦૦૦ રૂપિયાની સર્વિસ-ફી પણ લેવામાં આવતી હતી. જોકે એક બ્રિટિશ કપલે રેડ પાન્‍ડા સાથે વેક-અપ કૉલ અને બ્રેકફાસ્‍ટનો વિડિયો તેમની યુટયુબ ચૅનલ પર પોસ્‍ટ કરી દેતાં આ વિડિયો સોશ્‍યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો. આ જોઈને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્‍થાઓએ સવાલો ઉઠાવ્‍યા અને રેડ પાન્‍ડા જેવા કયુટ પ્રાણી પર થતો અત્‍યાચાર રોકવા માટે વર્લ્‍ડ ઍનિમલ પ્રોટેક્‍શન ઑર્ગેનાઇઝેશને ચાઇનીઝ હોટેલ પર ઍક્‍શન લેતાં આ સર્વિસ તાત્‍પૂરતી બંધ થઈ ગઈ છે

(3:51 PM IST)