<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ઇઝરાયલે ઈરાન પર કરી મોટી સ્ટ્રાઇક:ન્યુક્લિયર સીટી સુધી ધડાકા સંભળાયા

ઇરાનના હુમલાની સાથે ઇઝરાયલે પણ હુમલો કર્યો હોવાનો દાવો:20 મિસાઇલથી વાર કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી :રાન અને ઈઝરાયલ વચ્ચે સતત હુમલાઓ શરૂ છે. ઈરાને તાજેતરમાં ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઇલ અને રૉકેટથી હુમલા કર્યા હતા. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ ઈઝરાયલમાં સાયરન વાગવાના શરૂ થઈ ગયા છે અને ઈરાનથી અનેક રોકેટ શહેરને નિશાનો બનાવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ થયા છે. ઈઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે પણ અમુક મિસાઇલ અને રૉકેટને તોડી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે ઈરાનના હુમલાની સાથોસાથ ઈઝરાયલનો દાવો છે કે, તેની વાયુસેનાએ રિવોલ્યૂશનરી ગાર્ડના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર જૌદકી પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.

અહેવાલો અનુસાર, ઈરાની સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, શુક્રવારે તેહરાનની મિસાઇલ અને ડ્રોન હુમલામાં સૈન્ય સ્થળ, સંરક્ષણ ઉદ્યોગ અને કમાન્ડ તેમજ નિયંત્રણ કેન્દ્રો સામે લાંબી દૂરીની અતિભારે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારના અનુસાર, ઈરાને દક્ષિણ ઈઝરાયલના બીરશેબા અને ઉત્તરમાં હાઇફા પર મિસાઇલ હુમલો કર્યો હતો. જેમાં ઓટોમન કાળની એક મસ્જિદને નુકસાન પહોંચ્યું છે.
ઈરાનના હુમલાની સાથોસાથ ઈઝરાયલ પણ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલનો દાવો છે કે, તેમની વાયુસેનાએ રિવોલ્યૂશનરી ગાર્ડના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર જૌદકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. અમીનપુર જૌદકીએ દક્ષિણ-પશ્ચિમી ઈરાનના અહવાઝ વિસ્તારથી ઈઝરાયલ સામે અનેક યુએવી હુમલા કર્યા હતા. 13 જૂન, 2025ના દિવસે IRGC વાયુસેનાએ યુએવી મુખ્યાલયના કમાન્ડર તાહિર પૌરના મોત બાદ જૌદકીએ હેડક્વાર્ટરને ઑપરેટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મળતી માહિતી મુજબ, ઈઝરાયલે તેહરાનમાં એક બેકરી અને એક હેરડ્રેસરની પાંચ માળની ઈમારત પર હુમલો કર્યો હતો. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈરાને પોતાના એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી દીધું હતું.

 

 

(5:35 PM IST)