તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 21st June 2025
બ્રા નહીં પહેરી હોય તો પરીક્ષા આપી શકશો નહીં
યુનિવર્સિટીના વિચિત્ર નિયમથી હોબાળો

તાઇજીરીયા તા.૨૧: પヘમિ આફ્રિકી દેશ નાઈજીરિયામાં આવેલી એક યુનિવર્સિટી તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે. તેનું કારણ છે અહીં પરીક્ષા આપવા માટે લાગુ કરેલો ડ્રેસ કોડ. અલગ અલગ શિક્ષણ સંસ્થાઓમાં પરીક્ષાને લઈને કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જો કે આ યુનિવર્સિટીએ એક એવું ફરમાન જાહેર કર્યું છે, જે બાદ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. અહીં છોકરીઓને બ્રા પહેર્યા વિના પરીક્ષા આપવાની મંજૂરી નથી મળતી. આ નિયમનું ઉલ્લંઘન ન થાય, તેના માટે છોકરીઓને ટચ ટચ કરીને તેમનું ચેકિંગ પણ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વાયરલ વીડિયો કથિત રીતે ઓલાબિસી ઓનાબાંજો યુનિવર્સિટીનો છે. અહીં વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં જવા માટે લાઇનમાં ઊભેલા જોઈ શકાય છે. આ દરમિયાન અમુક મહિલા કર્મચારીઓ છાત્રાઓની છાતીના ભાગને ટચ કરતી દેખાઈ રહી છે, જે ખૂબ જ અપમાનજનક લાગી રહ્યું છે.
વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકો ગુસ્સો થઈ રહ્યા છે. તો વળી યુનિવર્સિટીની છાત્રાઓનું કહેવું છે કે, તેમને અભદ્ર રીતે ટચ કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે, અહીં પહેલા પણ આ પ્રકારના નિયમો જાહેર થઈ ચૂકયા છે. જાણકારી અનુસાર, યુનિવર્સિટીનો ડ્રેસ કોડમાં એવા કોઈ પણ કપડાં પણ પ્રતિબંધ લગાવ્યો છે, જેનાથી બીજા જેન્ડરવાળા લોકોની વાસના ન જાગે.
યુનિવર્સિટીએ આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે અહીંના વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ સંસ્થાના ડ્રેસ કોડનો ભાગ છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે, આ લોકોનું ધ્યાન ભટકાવવા માટે છે. યુનિવર્સિટીના છાત્ર સંઘના અધ્યક્ષ મુઈઝ ઓલાટુનજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, આ ડ્રેસ કોડ નીતિ લાગુ કરવાનો ઉદ્દેશ્ય એક સન્માનજનક વાતાવરણ બનાવી રાખવાનો છે.(૩૮.૪)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
