તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
અમેરિકામાં દર્દીની છાતી ચીર્યા વગર જ સફળ રોબોટિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

નવી દિલ્હી: અમેરિકામાં સર્જનોએ છાતી ચીર્યા વિના અને છાતીના પિંજરાની પાંસળીઓ તોડ્યા વિના જ રોબોટિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે. આ ઐતિહાસિક ઓપરેશન હ્યુસ્ટન સ્થિત બેયલર સેંટ લ્યુકસ મેડિકલ સેન્ટર ખાતે માર્ચની શરૂઆતમાં 45 વર્ષના દર્દી પર પાર પાડવામાં આવ્યું હતું. નવેમ્બર 2024થી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં એડવાન્સ હાર્ટ ફેઇલ્યોરના આ દર્દીના હૃદયને કામ કરવા માટે અનેક મિકેનિકલ ઉપકરણોની જરૂર પડતી હતી.સર્જરીના એક મહિના બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી અને એ પછી તેને કોઇ સમસ્યા થઇ નથી.
બેયલર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર અને મુખ્ય સર્જ્યન ડો. કેનેથ લિયાઓએ નિવેદમ બહાર પાડી જણાવ્યું હતું કે આ ઓપરેશન કરવા માટે અમે છાતી ખોલવાને બદલે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરી નાના છેદ કર્યા હતા.દર્દીના જુના હૃદયને કાઢવા તથા નવા હૃદયને બેસાડવા માટે પ્રિપેરિટોનલ સ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં છાતીના પિંજરાના હાડકાંઓને કાપવામાં આવ્યા નહોતાં.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
