<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

અમેરિકાએ કતારમાંથી છાનામાના સૈન્ય વિમાનો ઇરાનના હુમલાની આશંકાને પગલે હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ કતાર સ્થિત તેના મુખ્ય લશ્કરી મથક પરથી શાંતિથી વિમાનો હટાવવાનું શરૂ કરી દીધું છે. સેટેલાઇટ તસવીરો અને ફ્લાઇટ ડેટા પરથી જાણવા મળ્યું છે કે, અમેરિકાએ સંભવિત ઈરાની હુમલાઓથી પોતાના વ્યૂહાત્મક લશ્કરી સંસાધનોને બચાવવા માટે આ પગલું ભર્યું છે.
5 જૂનથી 19 જૂન દરમિયાન  Planet Labs PBC દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે, મધ્ય-પૂર્વમાં અમેરિકાનો સૌથી મોટો એરબેઝ અલ ઉદેદ લગભગ ખાલી છે. 5 જૂનના દિવસે અહીં લગભગ 40 વિમાન પાર્ક કરવામાં આવ્યા હતા, જેમાં C-130 હરક્યૂલિસ ટ્રાન્સપોર્ટ અને ગુપ્ત જેટ્સ સામેલ હતા. વળી, 19 જૂન સુધી ફક્ત અહીં ફક્ત ત્રણ જ વિમાન ઊભેલા જોવા મળે છે, બાકીનાને અમેરિકાએ હટાવી દીધા છે. કતારમાં સ્થિત અમેરિકન દૂતાવાસે ગુરૂવારે જાણકારી આપી હતી કે, હવેથી એરબેઝમાં સીમિત પ્રવેશ રહેશે અને સ્ટાફને સતર્ક રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે. એકબાજુ જ્યાં એરબેઝ ખાલી કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજીબાજુ અમેરિકાથી 15-18 જૂન વચ્ચે 27 ફ્યૂલિંગ વિમાનોએ યૂરોપ માટે ઉડાન ભરી, જેમાં KC-46A પેગાસેસ અને KC-135 સામેલ છે. તેમાંથી 25 વિમાન હજુ પણ યુરોપમાં છે, જેનાથી લાંબા ઓપરેશનની તૈયારીનો સંકેત મળે છે.

 

(5:52 PM IST)