<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા હાજારો લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાનો જવાળામુખી માઉન્ટ લેવોટોબિ લાકિ લાકિ ધુમાડાના ગોટેગોટા સાથે બુધવારે ફરીથી ફાટતા રાખના ઢગલા થઈ ગયા હતા. જવાળામુખી ફાટતા ગામોને ખાલી કરવા પડયા તથા બાલિના રિસોર્ટ ટાપુ ખાતે જતી-આવતી ફલાઈટો સાથેના વિમાન-ઉડ્ડયનો રદ કરવા પડયા.
અગાઉ કેટલીક વાર જવાળામુખી ફાટતા મંગળવાર સાંજથી બુધવાર બપોર પછીના સમયગાળામાં આકાશમાં ૫૦૦૦ મીટર ઊંચે સુધી રાખ ઊડતી રહી હતી. મંગળવારે બપોર પછી ફાટેલા જવાળામુખીના પરિણામે આકાશમાં ૧૦,૦૦૦ મીટરની ઊંચાઈએ રાખના જાડા વાદળો રચાઈ ગયા હતા. એ વિશાળ થઈને બિલાડીના ટોપના આકારવાળા રાખના વાદળ બની રહ્યા હતા, જે ૧૫૦ કિલોમીટરના અંતરેથી જોઈ શકાતા હતા.
મંગળવારે જવાળામુખી ફાટવા સંબંધી એલર્ટ મહત્તમ તીવ્રતા સાથે જારી કરાયું હતું. એ વખતે લોકોને જે સ્થળ છોડી દેવા માટે ભલામણ કરવામાં આવે છે એ જોખમી સ્થળ, જવાળામુખીના મુખથી આઠ કિલોમીટરના વિસ્તારમાં પથરાયું હતું.

 

 

(5:15 PM IST)