<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

અમેરિકાનું સૌથી ઉન્નત મનાતું જેટ F-35 ઈરાને તોડી પાડ્યો હોવાનો કર્યો દાવો

નવી દિલ્હી: ઈરાને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે, તેણે 2 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. આ ફાઇટર જેટ F-35 છે અને તેને અમેરિકાનું સૌથી ઉન્નત જેટ માનવામાં આવે છે. ઈરાને F-35 ચલાવનારા એક પાયલટને પકડવાનો પણ દાવો કર્યો છે.
મળતી માહિતી મુજબ, આ ફાઇટર જેટ જેવું ઈરાનના એરસ્પેસમાં આવ્યું, ઈરાને તેને તોડી પાડ્યું હતું. ત્યારબાદ પાયલટ પેરાશૂટ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો. પાયલટના નીચે ઉતરતાની સાથે જ ઈરાનના અધિકારીઓએ તેને પકડી લીધો હતો. જોકે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચાર અમારી પાસે નથી આવ્યા.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઓપરેશનને લઈને જે વીડિયો શેર કર્યો છે, તે મુજબ ઈરાનના લોકોને મારવા માટે IAFના જવાન RAAM (F-15I), SOUFA (F-16I) અને ADIR (F-35I)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ફાઇટર જેટને ઈઝરાયલે અમેરિકા પાસેથી ખરીદ્યા હતાં.
ઈરાન દ્વારા જે અમેરિકન વિમાનને તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે. તેના એક યુનિટની કિંમત 7 અબજ રૂપિયા છે. એટલે જો ઈરાનની વાત સાચી નીકળે તો હુમલામાં ઈઝરાયલને પહેલાંથી જ 15 અબજ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે.

 

 

(5:40 PM IST)