News of Saturday, 14th June 2025
ઓએમજી....વિંસ્ટન ચર્ચિલના જન્મસ્થળેથી સોનાની ટોયલેટ શીટ ચોરનાર બે લોકોને અદાલતે કરી 20 વર્ષની કેદની સુનવણી

નવી દિલ્હી: વિંસ્ટન ચર્ચિલના જન્મસ્થળ પર એક પ્રદર્શનમાં કલાકૃતિ તરીકે પ્રદર્શિત કરાયેલ 18 કેરેટ સોનાની ટોયલેટ શીટની ચોરી કરવા બદલ શુક્રવારે બે લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ટોયલેટ સામાન્ય ટોયલેટની જેમ જ કામ કરી શકતુ હતું.
આ ટોયલેટ ઈટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં બ્લેનહેમ પેલેસના ચર્ચિલ પરિવારના નિવાસસ્થાનમાંથી તેની ચોરી કરવામાં આવી હતી, જે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. ફેબ્રુઆરીમાં ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલની શરૂઆતમાં ફરિયાદી જુલિયન ક્રિસ્ટોફરે જ્યુરીને જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બર 2019ના રોજ વહેલી સવારે પાંચ માણસોના એક જૂથે બે ચોરી કરેલી ગાડીઓને બંધ લાકડાના ગેટથી મહેલના મેદાનમાં ઘૂસાડી હતી. તેઓ એક બારીમાંથી અંદર ઘૂસ્યા અને લાકડાનો દરવાજો તોડી નાખ્યો અને ટોયલેટને દિવાલમાંથી ઉખેડી નાખ્યું અને પાંચ મિનિટ બાદ ત્યાંથી નીકળી ગયા.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
