<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અમેરિકામાં 20 પ્રવાસીઓને લઈને જઈ રહેલ એક વિમાન તૂટી પડતા પ્રવાસીઓનો થયો ચમત્કારિક બચાવ

નવી દિલ્હી: ટેનેસી રાજ્યના ટુલ્લા હોમા શહેરના બીચ ક્રાફટ સંગ્રહાલય પાસે હાઇવે થી થોડે દૂર એક વિમાન તૂટી પડયું હતું. પરંતુ વિમાનમાં વીશે-વીશ યાત્રિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. તેઓને ઇજાઓ જરૂર થઈ હતી પરંતુ કોઇ જાનહાની થઈ ન હતી.
આ દુર્ઘટના નજરે જોતા હાઈવે પેટ્રોલે તુર્ત જ દુર્ઘટના સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડયા હતા.
આ વિમાનમાં ખરાબી જણાતા પાયલોટે તેને ઓલ્ડ શેલ્બી રોડ પર ઉતાર્યું કારણ કે બીજો ઉપાય જ ન હતો. પરંતુ તે માર્ગ જૂનો હતો, વપરાશ પણ બહુ થતો ન હતો. તેથી આંચકા ખાઈ વિમાન રોડ પર જ તૂટી પડયું. આ દુર્ઘટના ટુલ્લા હોમા શહેરના બીચ ક્રાફટ મ્યુઝિયમથી થોડે જ દૂર બની હતી. વાસ્તવમાં વિમાન શહેરનાં એરપોર્ટનાં રનવે ઉપર ઉતરવાનું હતું. તેમ કહેતાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વિમાન એરપોર્ટ સુધી જ પહોંચી ન શકયું ત્યાં રન વે ઉપર ઉતરવાની વાત જ ન હતી. તે પેલા જૂના રોડ પર ઉતરતાં ભાંગી ગયું. પાયલોટ પણ સલામત નીકળી ગયો, પરંતુ કોકપીટને ભારે નુકસાન થયું હતું.

 

 

(5:46 PM IST)