તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ઈરાને 800 બેલેસ્ટિક મિસાઇલો માટે ચીન સાથે ડીલ કરી હોવાના સમાચાર

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી વાતચીત દરમિયાન ઈરાને ચીન સાથે બેલિસ્ટિક મિસાઈલોનો મોટી ડીલ કરી છે. અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કહ્યું હતું કે, ઈરાન પોતાના સૈન્ય ક્ષમતાઓને ફરીથી મજબૂત બનાવવાની કોશિશ હેઠળ ચીનના હજારો ટન બેલિસ્ટિક મિસાઈલ સામગ્રી પહોંચાડવાનો ઓર્ડર આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાને જે રીતે આટલી મોટી માત્રામાં ઓર્ડર આપ્યો છે, અને સામગ્રીનો જથ્થો પૂરો પાડવામાં આવે તો તે 800 બેલિસ્ટિક મિસાઈલો તૈયાર કરી શકે છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું, કે આવનારા થોડા મહિનામાં ચીન ઈરાનને આ માલ સામગ્રી પૂરી કરવાનું છે. આ ઓર્ડરમાં અમોનિયન પરફ્લોરેટ (Ammonium Perchlorate) સામેલ છે, જે બેલિસ્ટિક મિસાઈલો માટે ઉપયોગ કરવામાં આવતાં ઘન ઈંધણનું એક મુખ્ય ઘટક છે. સુત્રોએ સંકેત આપ્યો હતો કે, આ સામગ્રી 800 મિસાઈલોને ઈંધણ આપી શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અમોનિયમ પરક્લોરેટ ઈરાન સાથે જોડાયેલા લશ્કરી જૂથોને પણ મોકલી શકાય છે. આ લશ્કરી જૂથમાં યમનના હુતી બળવાખોરોનો પણ સમાવેશ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, આ પગલાથી ઈરાનને પોતાના પ્રાદેશિક પ્રભાવને મજબૂત કરવા અને પોતાની મિસાઈલ શસ્ત્રાગારને ફરીથી બનાવવામાં મદદ મળશે. જોકે, બીજી બાજુ મધ્ય-પૂર્વમાં તણાવ અને યુદ્ધનો નવો મોરચો ખુલી શકે છે. ઈરાન પહેલેથી જ ઈઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધની આરે ઉભું છે અને હાલમાં પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વાતચીત કરી રહ્યું છે. અમેરિકા દ્વારા તેની પરમાણુ પ્રવૃત્તિઓને રોકવાના આહ્વાન છતાં પણ ઈરાન યુરેનિયમ સંવર્ધનના તેના એજન્ડા પર કામ કરી રહ્યું છે. તો આ સાથે ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેનો મિસાઈલ કાર્યક્રમ પર કોઈની સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો કોઈ ઈરાદો નથી.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
