તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ટ્રમ્પ સાથે વિવાદ થયા બાદ રશિયાએ એલોન મસ્કને કરી આ ખાસ ઓફર

નવી દિલ્હી: ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તણાવ હવે રાજકીય ઘર્ષણમાં બદલાઈ ગયો છે. આ દરમિયાન રશિયાના એક વરિષ્ઠ સાંસદે મસ્કને રશિયામાં 'રાજકીય શરણ' આપવાની ઓફર કરી છે. આ પગલાથી ક્રેમલિનની તરફથી ભૂતકાળમાં આપવામાં આવેલી હાઇ-પ્રોફાઇલ સુરક્ષાની યાદ અપાવે છે. રશિયન સાંસદ(ડ્યૂમા)ની આંતરરાષ્ટ્રીય બાબતની સમિતિ પહેલા ઉપાધ્યક્ષ ત્રમિત્રી નોવિકોવે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી TASS સાથે વાતચીતમાં કહ્યું કે, જો મસ્ક ઇચ્છે તો રશિયા તેમને શરણ આપવા પર વિચાર કરી શકે છે. મસ્કનો ખેલ એકદમ અલગ છે, તેમને કોઈ રાજકીય શરણની જરૂર નહીં પડે. પરંતુ, જો જરૂર પડી તો રશિયા નિશ્ચિત રૂપે તેમને શરણ આપી શકે છે.'
આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે, જ્યારે અમેરિકાના રાજકારણમાં ઉથલ-પાથલ મચી છે. ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને મસ્કને ગેરકાયદે પ્રવાસી કહી તેમના દેશનિકાલ અને સ્પેસએક્સને જપ્ત કરવાની માંગ કરી છે. મસ્ક તરફથી હાલમાં જ પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટ(જે NASA અને ISS વચ્ચે મોટી કડી છે)ને બંધ કરવાની ધમકીએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે, જેનાથી સરકારના હસ્તક્ષેપની માંગ તેજ થઈ છે. જોકે, ક્રેમલિને પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ વિવાદને રશિયાથી અલગ જણાવ્યો અને કહ્યું કે, 'આ અમેરિકાનો આંતરિક મામલો છે અને અમે તેમાં દખલગીરી નહીં કરીએ.' પરંતુ, રશિયાનો ઇતિહાસ કંઈક અલગ જ કહે છે. એડવર્ડ સ્નોડન સિવાય, બ્રિટિશ બ્લોગર ગ્રાહમ ફિલિપ્સ જેવા અનેક પશ્ચિમી ટીકાકારોને રશિયાએ પહેલાં પણ શરણ આપી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
