તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
એક-એકથી ચડિયાતી ૮૫૦ ઢીંગલીઓ માટે ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા
બ્રિટનની ડોન ઓસ્ટિન નામની એક મિડલ-એજેડ મહિલાને બાર્બીનો શોખ

લંડન તા.૬: બેબી ગર્લને બાર્બી ડોલની ગિફ્ટ ગમે એ સ્વાભાવિક છે, પરંતુ ગર્લ થોડીક મોટી થાય એ પછી ઢીંગલા-ઢીંગલીઓ પ્રત્યેનો ઝુકાવ ઘટી જાય. જોકે બ્રિટનની ડૉન ઑસ્ટિન નામની એક મિડલ-એજેડ મહિલાને બાર્બીનો શોખ છે. માત્ર શોખ છે એવું જ નહીં, વળગણ છે એમ કહીએ તો ચાલે કેમ કે તેણે પાંચ-સાત નહીં, ૮૫૦થી વધુ બાર્બી ડોલ્સનું કલેક્શન કર્યું છે. ઓસ્ટિનના પતિ સ્ટીવને પણ પત્નીના આ પૅશનથી વાંધો નથી. જોકે હા, તેમણે એક શરત રાખી છે કે આ ઢીંગલીઓ બેડરૂમમાં ન આવવી જોઈએ. ઓસ્ટિન જ્યાં જાય ત્યાંથી મનપસંદ અને પોતાની પાસે ન હોય એવી બાર્બીઝ ખરીદતી રહી છે અને એ માટે તેણે લગભગ ૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. અનેક ઢીંગલીઓ હવે જૂની થઈ ગઈ હોવાથી એમાં થોડુંક રિપેરિંગ કરવાની જરૂર પણ પડે છે. જોકે એ કામ ઓસ્ટિન જાતે જ કરી લે છે. અમુક બાર્બીનાં કપડાં જૂનાં થઈ ગયાં હોય એવું લાગે તો તે જાતે જ નવાં ડિઝાઇનર કોસ્ચ્યુમ્સ પણ બનાવી લે છે. તેના ઘરમાં એક રૂમની તમામ દીવાલો પરનાં કબાટોમાં બાર્બી ડોલ્સે જમાવટ કરી દીધી છે અને હવે તો એ રૂમ પણ નાનો પડી રહ્યો છે. ઓસ્ટિન કહે છે, ‘મારા પતિ મને કહે છે કે હવે રૂમમાં બાર્બી સમાતી નથી તો જૂની ઢીંગલીઓ થઈ ગઈ હોય એને કાઢી નાખ, પણ હું તેને સામે કહું છું કે એના કરતાં થોડુંક મોટું ઘર લઈ લે તો મારી ઢીંગલીઓ માટે બે રૂમ થઈ જાય.(૩૮.૩૯)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
