News of Thursday, 5th June 2025
હાર્વડમાં ભણતા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ પર સંકટ: ટ્રમ્પે મુક્યો વિઝા પ્રતિબંધ

નવી દિલ્હી: ટ્રમ્પ સતત પોતાના નિવેદનોથી દુનિયાને ચોંકાવી રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલો હાર્વર્ડ યુનિવર્સિટીનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. બુધવારે (5 જૂન) વ્હાઇટ હાઉસે આ વિશે જાણકારી આપી છે. વ્હાઇટ હાઉસે બુધવારે (5 જૂન) કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવવાના જાહેરાતપત્ર પર સહી કરી છે. આ જાહેરાત શૈક્ષણિક સંસ્થા સાથે વધતા વિવિાદ વચ્ચે કરવામાં આવી છે.
ટ્રમ્પ પ્રશાસન પ્રવાસી અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે ઝડપી ઇન્ટરવ્યુ માટે 1,000 ડૉલર ફી લાદવાનું વિચારે છે. જોકે, સરકારી વકીલોએ આ યોજના પર કાયદાકીય ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાં પ્રવાસી અને નોન-ઇમિગ્રન્ટ વિઝા પર પ્રવેશ કરનારા લોકોને તમામ 185 ડૉલરની પ્રક્રિયાગત ફી ભરવાની રહે છે. ભવિષ્યની યોજનામાં 1000 ડૉલરનો વિકલ્પ એક પ્રીમિયમ સેવા હશે, જે અમુક લોકોને વિઝા લેવાની લાઇનમાં સૌથી આગળ આવવાની તક આપશે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
