તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ક્રૂરતાની હદ વટાવીઃ ઈન્ડોનેશિયાના આચેહમાં લગ્નેતર સંબંધો માટે જાહેરમાં ૧૦૦ ફટકારાયા કોરડાઃ ભીડની સામે પીડાથી ચીસો પાડતું યુગલ
શરિયા કાયદા હેઠળ કાર્યરત અદાલતનો ચુકાદોઃ માસ્ક પહેરેલા શરિયા પોલીસકર્મીઓ દ્વારા ‘રતન લાકડી'થી સજાઃ ગે સેક્સ અને જુગાર માટે પણ કોરડા મારવાની સજા માનવાધિકાર જૂથોમાં આક્રોશ

અચેહ, ૪ જૂન, ૨૦૨૫:માનવાધિકાર જૂથો અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આક્રોશ જગાવે તેવી એક ઘટના ઈન્ડોનેશિયાના રૂઢિચુસ્ત આચેહ પ્રાંતમાં બની છે, જયાં લગ્નેતર સંબંધો (ઝીના) અને અન્ય ગુનાઓ માટે એક યુગલ સહિત પાંચ વ્યક્તિઓને જાહેરમાં કોરડા મારવાની ક્રૂર સજા આપવામાં આવી હતી. ઇન્ડોનેશિયામાં શરિયા કાયદાનું પાલન કરતો એકમાત્ર વિસ્તાર આચેહ છે, અને દેશનો આ એકમાત્ર પ્રદેશ છે જયાં આવી ક્રૂર સજાઓ કોરડા મારવાના સ્વરૂપમાં આપવામાં આવે છે.
પ્રાંતીય રાજધાની બાંદા આચેહના એક પાર્કમાં આ દ્યટના બની હતી. એક અપરિણીત યુગલને લગ્ન બહારના જાતીય સંબંધો માટે દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ભીડની સામે ૧૦૦ કોરડા મારવામાં આવ્યા હતા. આઘાતજનક છબીઓમાં શરિયા પોલીસના માસ્ક પહેરેલા સભ્યો દ્વારા પીડાદાયક કોરડા મારવામાં આવતા દંપતી પીડાથી ચીસો પાડી રહેલા સ્પષ્ટ દેખાય છે. દ્યટનાસ્થળે હાજર પત્રકારોના જણાવ્યા અનુસાર, મહિલા આરોપીને અન્ય શંકાસ્પદ વ્યક્તિને એક મહિલાએ કોરડા માર્યા હતા.
આચેહમાં ગે સેક્સ પણ ગેરકાયદેસર છે, અને ફેબ્રુઆરીમાં બે પુરુષોને જાતીય સંબંધોના દોષી ઠેરવ્યા બાદ જાહેરમાં ૧૫૦ થી વધુ વખત કોરડા મારવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ આચેહમાં લગ્ન બહાર સેક્સ માણ્યા બાદ બે યુગલોને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો, જેમાં ભયાનક તસવીરો સામે આવી હતી જેમાં પીઠ પરથી લોહી નીકળતું અને ઘા દેખાતા હતા.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
