તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
પાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ હાઈ સિક્યુરિટી જેલમાંથી 216 કેદીઓ થયા ફરાર

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો જેનો ફાયદો ઉઠાવીને કરાચી જેવા શહેરની અતિ સુરક્ષાવાળી જેલમાંથી 216 કેદીઓ ભાગી ગયા હતા. કેદીઓને પકડવા માટે પોલીસે ગોળીબાર કરવો પડયો હતો જેમાં એક કેદીનું મોત નિપજ્યું હતું. એક સાથે 216 કેદીઓ ભાગી જતા જેલ પ્રશાસન અને પોલીસ વિભાગ દોડતા થઇ ગયા હતા. ભાગી ગયેલા 216 કેદીઓમાંથી માંડ 80 જેટલા કેદીઓને જ પોલીસ પકડી શકી હતી, જ્યારે અન્ય કેદીઓ હજુ પણ ફરાર છે.
પાકિસ્તાનના કરાચી જિલ્લાની માલિર જેલમાંથી રવિવારે મોડી રાત્રે એક સાથે 216 કેદીઓ ભાગી ગયા હતા, કરાચીમાં ભૂકંપના અનેક નાના મોટા આંચકા આવ્યા હતા, આ દરમિયાન જેલમાં કેદ આશરે 600 કેદીઓને તેમની બેરેકમાંથી બહાર કઢાયા હતા કે જેથી તેમને ભૂકંપ સમયે ઇમારતો પડે તો બચાવી શકાય. જોકે એક સાથે આટલી મોટી સંખ્યામાં કેદીઓ બહાર આવતા જેલમાં અફરા તફરી ફેલાઇ ગઇ હતી, જેનો ફાયદો ઉઠાવીને 216 કેદીઓ દિવાલો કૂદીને ભાગી ગયા હતા.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
