તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ઓએમજી..... લેસર બોમ્બથી શત્રુનાં ડ્રોન વિમાનો તોડી પાડનાર પ્રથમ દેશ બન્યો ઇઝરાયેલ

નવી દિલ્હી: યુદ્ધ દરમ્યાન લેસર-બીમ દ્વારા શત્રુના ડ્રોન વિમાનો તોડી પાડનાર ઈઝરાયલ પહેલો દેશ બન્યો છે. ઈઝરાયલનાં એરફોર્સની એરિયલ ડીફેન્સ એરેએ યુદ્ધ ક્ષેત્રે આ લેસર-બીમ ઉપયોગમાં લીધા હતા.
લાઈટ એમપ્લીફીકેશન બાય સીમ્યુલેટેડ એનિશન ઓફ રેડીયેશન લેસરની આ હાઈએનર્જી સીસ્ટીમ રાફેલ એડવાન્સ્ડ ડીફેન્સ સીસ્ટીમ દ્વારા રચવામાં આવી છે. તે લેસર-બીમ અસામાન્ય ઉષ્ણતામાન ધરાવતું હોય છે. તે ડ્રોન જેવી આકાશી-બીમને ખતમ કરવા સમર્થ છે. જો કે, આ સીસ્ટીમ નાના વિમાનો માટે હજી વાપરવામાં આવે છે. પરંતુ તે પરંપરાગત મિસાઈલ ઇન્ટરસેપ્ટર્સ કરતા ઘણા વધુ ઝડપી અને તદ્દન ઓછા ખર્ચાળ છે.
આ સમગ્ર યુદ્ધ દરમિયાન ઈઝરાયલ એરફોર્સના અગ્રણીઓ ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ દ્વારા અમે અમારા નાગરિકો અને ઈઝરાયલ ડીફેન્સ ફોર્સના જવાનોની સુરક્ષા માટે જ કરવાના છીએ. પરંતુ ઈઝરાયલના આક્રમણોની ગતિવિધિ જોતાં તે કથનમાં કોઈને વિશ્વ બેસે તેમ નથી.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
