તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ઘરનું દરેક કામ સંભાળવાના પતિ પાસેથી પૈસા વસૂલે છે આ પત્ની
કપડાં ધોવાના અને ઇસ્ત્રી કરવાના મહિને ૯૨,૦૦૦, રસોઈ બનાવવાના મહિને ૩૪,૦૦૦ અને ઝાપટઝૂપટના મહિને ૯૦૦૦ રૂપિયા

લંડન,તા.૦૩: જે પત્નીઓ ઘરે રહીને ઘર સંભાળે છે અને નોકરી નથી કરતી તેમને લોકો કંઈ નથી સમજતા. જોકે હવે મહિલાઓ ઘર સંભાળવાને પણ કામ ગણાવું જોઈએ એવી મુહિમ ચલાવવા લાગી છે. આવા જ કોઈ વિચાર અંતર્ગત એક વિદેશી મહિલા ઘરમાં કરવામાં આવતા પોતાના દરેક કામની કિંમત પતિ પાસેથી વસૂલ કરવા લાગી છે. ટિક ટોક પર તેણે ખુદ આ વિશે શેર કર્યું છે. તેણે દરેક કામનો રેટ નિヘતિ કરી દીધો છે. કપડાં ધોવાના, ઇષાી કરવાની, રસોઈ કરવાની, ઝાપટઝૂપટ અને કચરાપોતું કરવાનું જેવા દરેક કામ માટે તેણે ચોક્કસ રેટ નક્કી કર્યો છે અને દર મહિને તે પતિ પાસેથી એ વસૂલી લે છે. thewoodys6 નામના ટિક ટોક અકાઉન્ટ પરથી આ મહિલાએ દાવો કર્યો છે કે તે કપડાં ધોવાના અને ઇષાી કરીને ગોઠવવાના દર મહિને ૮૦૦ પાઉન્ડ એટલે કે ૯૨,૦૦૦ રૂપિયા લે છે. કચરો વાળીને પોતું મારવાના એક દિવસના ૧૦ પાઉન્ડ એટલે કે ૧૦૦૦ રૂપિયા, ઝાપટઝૂપટ કરવાના ૯૦૦૦ રૂપિયા અને કિંગસાઇઝ બેડની ચાદર બદલીને એને સાફસૂથરો રાખવાના ૨૩૦૦ રૂપિયા, બાળકો માટે મનપસંદ ભોજન રાંધવાના મહિને ૧૭,૦૦૦ રૂપિયા એમ દરેક કામનું રેટ-લિસ્ટ તેની પાસે છે. પતિ પાસેથી આટલા રૂપિયાનો ચેક લીધા પછી તે મહિલા દાવો કરે છે કે તે ઘર ચલાવે છે અને તેનો પતિ જોબ કરે છે.
જોકે દરેક કામના જે રીતે રૂપિયા વસૂલ કરવાની મહિલાએ વાત કરી છે એના આંકડાઓ બાબતે સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા જાગી છે. ઘરકામના કોઈ આટલાબધા રૂપિયા આપે ખરું?
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
