તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
અમેરિકન પ્રમુખે ઈરાનને ધમકી આપતા ઈરાને આપ્યો આ જવાબ

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનના પરમાણુ ઠેકાણને તબાહ કરવાની ધમકીને 'રેડ લાઈન' ગણાવી અને કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે. તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે. એક ઈરાની અધિકારીએ કહ્યું કે, 'જો અમેરિકા રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે, તો તેણે ધમકીઓ અને પ્રતિબંધોની ભાષા છોડવી પડશે. આવી ધમકીઓ ઈરાનના રાષ્ટ્રીય હિતો પ્રત્યે ખુલ્લી દુશ્મનાવટ છે.'ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે (પરમાણુ કરાર) એટલો કડક હોય કે આપણે નિરીક્ષકો સાથે અંદર જઈ શકીએ, જે જોઈએ તે લઈ શકીએ, જે ઈચ્છીએ તે ઉડાવી શકીએ, પરંતુ કોઈનો જીવ ન જાય.'ટ્રમ્પ અગાઉ પણ ઘણી વાર ચેતવણી આપી ચૂક્યા કે જો રાજદ્વારી નિષ્ફળ જશે, તો અમે ઈરાનના પરમાણુ ઠેકાણા પર બોમ્બમારો કરી શકીએ છીએ. આ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો એક ભાગ રહ્યો છે. જોકે, ટ્રમ્પે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે, ઈરાન સાથે 'નજીકના ભવિષ્યમાં' એક કરાર શક્ય છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, થોડા સમય પહેલા સાઉદી અરેબિયાએ ઈરાનને ચેતવણી આપી હતી. સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે મુલાકાત દરમિયાન તેમને ચેતવણી આપી હતી કે તમે પરમાણુ કરાર પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતને ગંભીરતાથી લો અથવા ઈઝરાયલ સાથે યુદ્ધ માટે તૈયાર રહો.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
