તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
રશિયાની એસ-400મિસાઈલ સિસ્ટમે યુક્રેની એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો

ન્યુ દિલ્હી: રશિયાએ દાવો કર્યો છે કે, તેમની S-400 મિસાઈલ સિસ્ટમે યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે S-400એ F-16નો શિકાર કર્યો છે. આ ઘટના બાદ રશિયામાં S-400 ઓપરેટ કરનારા સૈનિકોને ઈનામ પણ આપવામાં આવ્યું છે. આ ઘટનાથી અમેરિકાનું ટેન્શન વધી ગયુ છે, કારણ કે તે દુનિયામાં F-16નો સૌથી મોટો ઓપરેટર અને એકમાત્ર ઉત્પાદક છે. આ વિમાનનો વિશ્વના ડર્ઝનો દેશ ઉપયોગ કરે છે, જેમાં ભારતનો પાડોસી દેશ પાકિસ્તાન પણ સામેલ છે.
એક અહેવાલ પ્રમાણે રશિયન તેલ ઉદ્યોગ માટે પ્રોપેન્ટ્સ બનાવતી ફોરોસ કંપનીએ F-16 ને તોડી પાડવામાં સામેલ S-400 સિસ્ટમના 12 ક્રૂ સભ્યોને 15 મિલિયન રુબલ (લગભગ 195,000 ડોલર) ચૂકવ્યા છે. પુરસ્કાર સમારોહ 29 મેના રોજ સરહદી ક્ષેત્રમાં કમાન્ડિંગ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. આ અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, Su-35S લડાકૂ વિમાને S-400 સિસ્ટમને ટાર્ગેટ કરવાની જાણકારી આપી હશે, જેથી તેને તોડી પાડવાનું સરળ બન્યું હશે. એવું માનવામાં આવતું હતું કે F-16ની ઓછી ઊંચાઈ અને S-400 થી વધુ અંતરના કારણે આ સિસ્ટમના એન્ગેજમેન્ટ રેન્જની બહાર થઈ ગયા હશે. જોકે, એવોર્ડ વિજેતાઓમાંSu-35S પાઈલટની ગેરહાજરી સૂચવે છે કે માત્ર S-400 સિસ્ટમે જ યુક્રેનિયન F-16ને શોધી કાઢ્યું, ટ્રેક કર્યું અને ત્યારબાદ તેને તોડી પાડ્યું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
